ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હીમાં યોજાયેલ નિઝામુદીન (Nizamuddin Markaz) ખાતેના તબલિગી જમાત (Tablighi Jamaat ) ના કાર્યક્રમે કેન્દ્ર સરકારની સાથે વિવિધ રાજ્યોની સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. દેશમાં હાહાકાર મચાવનારી આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત નિપજ્યા છે. તેમજ 450થી વધુ લોકોનો કોરોના (Corona virus) ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સમગ્ર દેશમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. ત્યારે હાલ સરકાર આ કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોને શોધી રહી છે. આ લોકો અન્ય લોકોને ચેપ ન લગાડે તેની કામગીરી યુદ્ધધોરણે ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાંથી પણ કેટલાક લોકો આ કાર્યક્રમમાં ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્ર આવા લોકોને શોધવા માટે એલર્ટ મોડ પર આવી ગયું છે. આ આંકડો સુરતમાં સૌથી મોટો છે. 


Corona virus updates: પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે રાશનની દુકાનોમાં અનાજ વિતરણ થશે  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાંથી 73 લોકોએ હાજરી આપી
સુરતથી મરકઝના ધાર્મિક પ્રસંગમાં 73 લોકો ગયા હોવાની માહિતી મનપા અને પોલીસને મળી છે. ત્યારે આ તમામ લોકોની મસ્જિદોમાં જઇ ઓળખ કરાઈ છે. તમામની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. એસઓજી, પીસીબી તથા અન્ય પોલીસે શોધખોળ હાથ ધરી છે. તમામ લોકોને કોરેન્ટાઈલ વોર્ડમાં ખસેડાશે. જેથી અન્ય લોકો તેમના ઝપેટમાં ન આવે.


રામાયણ શરૂ થતા જ Troll થઈ Swara Bhaskar, યુઝર્સે કહી દીધું આવું....


કચ્છમાં પણ શોધખોળ શરૂ
મરકઝ કાર્યક્રમમાં કચ્છમાંથી કોઈ ગયું હતું કે કેમ એ અંગે કચ્છ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. દિલ્હીના કાર્યક્રમને પગલે દેશની સાથેસાથ હવે કચ્છમાં પણ દોડધામ વધી ગઈ છે. મુસ્લિમ સમાજના મરકઝ ધાર્મિક મેળાવડામાં કચ્છ ગુજરાતમાં પણ કેટલાક સભ્યો ભાગ લીધો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. કોરોના મહામારી વચ્ચે તપાસમાં નવા ફણગાની શકયતા છે. લોકોએ ભાગ લીધો હોવાની વિગતો બહાર આવતા સુરક્ષા એજન્સી અને આરોગ્યતંત્ર ચિંતામાં આવી ગયું છે. 


વડોદરામાંથી 4 લોકોની ઓળખ
વડોદરામાંથી મરકઝના ધાર્મિક પ્રસંગમાં લોકો ગયા હોવાની માહિતી વડોદરા પોલીસને માહિતી મળી છે. તબલીગ જમાતના કાર્યક્રમમાં ગયેલાઓની શોધખોળ શરૂ કરાઈ છે. અત્યાર સુધી 4 લોકો ગયા હોવાની માહિતી પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને મળ છે. પોલીસ કમિશનરે આદેશ કર્યો કે, જમાતમાં ગયેલા લોકો હોસ્પિટલમાં પહોંચી સ્વૈચ્છિક સ્ક્રિનિંગ કરાવે. પોલીસ આવા લોકોને શોધશે અને ગુનો દાખલ કરાશે. વડોદરાથી હૈદરાબાદ, સોનીપત અને હરિયાણા જમાત ગઈ હોવાની પોલીસને માહિતી મળી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર