ચેતન પટેલ/સુરત: સુરત પોલીસના જવાનોને વિશેષ CRPની તાલીમ આપવામાં આવી હતી. સુરતના ડોકટરોની વિશેષ ટીમ દ્વારા 4400 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને CRPની તાલીમ આપવામાં આવી હતી. ઇમરજન્સી સમયે કાર્ડિયાતની સારવાર પોલીસ આપી શકે તે માટેનો CRPની તાલીમ આપી પ્રયાસ કરાયો છે. જેમાં આજે ગૃહ મંત્રી રાજ્ય મંત્રી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ તાલીમ લીધી હતી. જ્યા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની શાંતિ સલામતી માટે ચિંતા કરતી પોલીસ આવનારા દિવસોમાં લોકોના પ્રાણ રક્ષક તરીકેની પણ સેવા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં આગામી 3 કલાકમાં કડાકા સાથે તૂટી પડશે વરસાદ, 40 કિમીની ઝડપે ફુંકાશે પવન


રાજ્યમાં વધતા હાર્ટ એટેકના બનાવો ઉપરાંત ગંભીર અકસ્માતો સહિત કોઈ પણ ગંભીર હોનારતમાં સૌથી પહેલા પોલીસ પહોચતી હોય છે. ત્યારે આવા સમયમાં હર્દય બંધ થઈ જવાના કિસ્સા વધુ પ્રમાણમાં બંડતા હોય છે. ત્યારે જો દર્દીને સમયસર CPR ટ્રીટમેન્ટ આપવામાં આવે તો તેનો જીવ બચાવી શકાય છે. તેવામાં મોટાભાગના કિસ્સાઓમાં પોલીસ સૌથી પહેલા પહોંચતી હોય છે ત્યારે આવા દર્દીઓના જીવ પોલીસ બચાવી શકે તે માટે સુરત સહિત સમગ્ર રાજ્યમાં પોલીસને CPR ની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. 


દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ: લોકોનું સ્થળાંતર શરૂ, તમામ સ્કૂલોમા 2 દિવસની રજા જાહેર


સુરતમાં સિવિલમાં કારડીયા ડોક્ટર સહિત શહેરના જુદા જુદા ડોક્ટરોની વિશેષ ટીમ દ્વારા સુરત પોલીસના કર્મીઓને CPR ટ્રીટમેન્ટની તાલીમ આપવામાં આવી હતી. સુરત પોલીસમાં ઉચ્ચ પોલીસ અધિકારીથી લઈ નાના પોલીસ કર્મચારી મળી કુલ 4400 જેટલા પોલીસ કર્મીઓ છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં તમામ પોલીસ કર્મીઓને વિશેષ CPR ની ડોકટરોની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.


નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર! વાવાઝોડાની પરિસ્થિતિમાં શું કરશો અને શું ન કરશો...


સુરત સહિત સમગ્ર રાજ્યમાં 51 સ્થળોએ 55000 પોલીસને સીપીઆર ની તાલીમ આપવામાં આવી હતી. જેમાં સુરત ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસને આ તાલીમ અપાઈ હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સુરતના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ CPR ની લાઈવ તાલીમ ડોક્ટરો પાસેથી મેળવી હતી.


ગુજરાતમાં વાવાઝોડા સામે કેવી છે તૈયારી? 'બિપોરજોય'ને લઈ CM એ તૈયાર કર્યો એકશન પ્લાન


ડોક્ટરો દ્વારા પોલીસને આપવામાં આવેલી CPR તાલીમને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતની શાંતિ સલામતી માટે ચિંતા કરતી પોલીસ આવનારા દિવસોમાં લોકોના પ્રાણ રક્ષક તરીકેની પણ સેવા કરશે. આજે ગુજરાત ડોક્ટર સેલ જોડે મળીને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના 55 હજાર જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓને CPR તાલીમ આપી છે.


શું ફરી ઈતિહાસ દોહરાવશે બિપોરજોય? 25 વર્ષ પહેલા ગુજરાતમાં બની હતી મોટી દુર્ઘટના!


હવે રાજ્યના કોઈ પણ નાગરિકોને અચાનક હાર્ટ એટેક આવે, 108 જ્યાં સુધીમાં આવે તે પહેલા દર્દીના અવર્સના સમયમાં CPR ના માધ્યમથી તેનો જીવ બચાવવાના પ્રયાસમાં ડોક્ટરોની સાથે ગુજરાત પોલીસ પણ જોડાશે. આજે સમગ્ર ગુજરાતમાં 2500 થી વધારે ડોક્ટરોએ પોતાની રજાનો ત્યાગ આપીને પોલીસને CPR ટ્રેનિંગ આપી છે. 


‘બિપરજોય’ વાવાઝોડા મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું; બધા પ્રાર્થના કરજો કે....'


સુરત પોલીસ માટે આજે રાખવામાં આવેલ સીપીઆર ટ્રેનિંગ ત્રણ જુદી જુદી જગ્યાએ રાખવામાં આવ્યું હતું. સુરત પોલીસ હેડ ક્વોટરસ ,પોલીસ ટ્રેનિંગ સેન્ટર અને સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ જગ્યાએ ડોક્ટર સેલની જુદી જુદી ટીમો દ્વારા પોલીસને જુદ જુદા સમય ફાળવીને તાલીમ આપવામાં આવી હતી.


વાવાઝોડાને લઈ CM ભુપેન્દ્ર પટેલે કયા મંત્રીને કયા જિલ્લાની સોંપી જવાબદારી, જુઓ લિસ્ટ