Cyclone Biparjoy: આ વિસ્તારોમાં આગામી 3 કલાકમાં કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ, 40 કિ.મીની ઝડપે ફુંકાશે પવન

Cyclone Biparjoy: અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોયના વાવાઝોડાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Cyclone Biparjoy: આ વિસ્તારોમાં આગામી 3 કલાકમાં કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ, 40 કિ.મીની ઝડપે ફુંકાશે પવન

Cyclone Biparjoy: ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યુ નથી, કારણ કે વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ફરી એકવાર સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલી છે. હાલ દિશા બદલાતા સાયક્લોન ગુજરાત કાંઠે ટકરાય એવી સંભાવના છે. 

દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. સાયક્લોન બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય એવી હાલની સ્થિતિ મુજબની સંભાવના છે. હવે બિપોરજોય વાવાઝોડું 15 જૂન બપોર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ટકરાઈ શકે એવી સંભાવના છે. 

આગામી 3 કલાક વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોયના વાવાઝોડાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના તેમજ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને વલસાડ તેમજ નવસારી, તાપી, ડાંગ, વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે અને 30થી 40 કિમીની ગતિએ પવન ફૂંકાવવાની પણ સંભાવના છે. 

વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગે જણાવ્યું કે, 15 જૂને વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની માહિતી અનુસાર બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 480 કિમી, દ્વારકાથી 530 કિમી, નલિયાથી 610 કિમીના અંતરે છે. વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હવે કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. બિપરજોય વાવાઝોડાએ હવે સમુદ્રમાં ગતિ પકડી છે. ગુજરાતના પોરબંદર તરફ બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. હાલ વાવાઝોડું 460 કિમી પોરબંદરથી દુર  અને દ્વારકાથી 510 અને નલિયાથી 600 કિમી દૂર છે. તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના વધી છે. 

હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.  

આ વિસ્તારમાં વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા અને જામનગર વધુ વરસાદની શકયતા છે. આજે અમદાવાદ, ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 

12 અને 13 જૂને ભારે વરસાદની શક્યતા  
12 જૂને અમદાવાદ, વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ડાંગ, જૂનાગઢ દિવમાં વરસાદ ખાબકી શકે છે. 
13 જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદની આગાહી છે. 
14 જૂને દમણ, દાદરનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ સહીત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છમાં વરસાદની આગાહી છે. 
15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news