શું ફરી ઈતિહાસ દોહરાવશે બિપોરજોય વાવાઝોડું? 25 વર્ષ પહેલા ગુજરાતમાં પથ્થર હૃદયમાં ધ્રુજારી ઉપાડે તેવી બની હતી દુર્ઘટના!

Gujarat Weather Forecast : પથ્થર હૃદયને પણ ધ્રુજાવી દે તેવી આ દુર્ઘટનામા કંડલા પહોંચી શકાય તેવી સ્થિત પણ ન હતી. કંડલાથી આશરે 7 કિલો મીટર દુર આવેલા કંડલા ફ્રી ટ્રેડ ઝોન પાસે જ બધાને અટકાવી દેવામાં આવતા હતા.

શું ફરી ઈતિહાસ દોહરાવશે બિપોરજોય વાવાઝોડું? 25 વર્ષ પહેલા ગુજરાતમાં પથ્થર હૃદયમાં ધ્રુજારી ઉપાડે તેવી બની હતી દુર્ઘટના!

Gujarat Weather Forecast : ઝી બ્યુરો/જૂનાગઢ: 25 વર્ષ બાદ કંડલા ઉપર બિપોરજોય નામના ચક્રાવાતનુ મોટુ સંકટ મંડળાઈ રહ્યુ છે. 9 જુન 1998મા મહાવિનાશક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. કંડલા પોર્ટ અને પોર્ટ વપરાશકારોને કરોડો રૂપિયાનુ નુકશાન થયુ હતું. તેનાથી ભયાનક બાબત સેંકડો પરીવારો નિરાધાર બન્યા હતા. સેંકડોની સંખ્યામાં લોકોના મૃત્યુ નિપજ્યાં હતા.

પથ્થર હૃદયને પણ ધ્રુજાવી દે તેવી આ દુર્ઘટનામા કંડલા પહોંચી શકાય તેવી સ્થિત પણ ન હતી. કંડલાથી આશરે 7 કિલો મીટર દુર આવેલા કંડલા ફ્રી ટ્રેડ ઝોન પાસે જ બધાને અટકાવી દેવામાં આવતા હતા. જયારે આ સાત કિલો મીટરના રસ્તામાં ફેલાયેલા દરિયાઈ પાણીએ અનેક પરીવારોને સમાધી આપી દીધી હતી. અનેક પરિવારો ઘર વિહોણા બન્યા હતા. બીજા દિવસે સેવાભાવી સંસ્થાઓ, સરકારી અને પોર્ટ પ્રશાસન દ્વારા રાહત બચાવની કામગીરી હાથ ધરી ત્યારે માર્ગો અને કાદવ કીચડમા મૃતદેહ મળી આવતા હતા.

કંડલા ઉપર 25 વર્ષ પહેલા આવેલા ભયાનક વાવાઝોડાની વાત સાંભળીને કમકમાટી થાય ત્યારે ફરીથી કંડલા ઉપર બિપોરજોય ચક્રાવાતનુ સંકટ તોળાઈ રહ્યું છે. આ અંગે ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ દ્વારા તે સમયે સર્જાયેલી સ્થિતિ અંગે જણાવ્યું હતું. જ્યારે મીઠા ઉદ્યોગના અગ્રણી ઓસમાણ ગનીભાઈ માજોઠી દ્વારા વાવાઝોડા બાદ સર્જાયેલી સ્થિતિ અંગે જણાવ્યું હતું. 

નોંધનીય છે કે, 15 તારીખે બપોરે 11થી 3 વાગ્યા વચ્ચે ગુજરાત સાથએ બિપરજોય વાવાઝોડુ ટકરાશે. પોરબંદર, ઓખા, બેટ દ્વારકા અને કચ્છમાં આ વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળશે. વાવાઝોડાની સચોટ દિશા હાલ નક્કી કરવી અસંભવ છે. કારણ કે, હજુ પણ વાવાઝોડાની દિશા બદલાઈ શકે છે. જો આવું થયુ તો ગુજરાત માટે રાહત સમાચાર બની રહેશે. પરંતું હાલ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 15 તારીખે બપોરે દરિયાકાંઠે ટકરાવવાનું અનુમાન છે. તેની ગતિ 125થી 135 કિમી પ્રતિ કલાકની રહેશે. જ્યારે તે ટકરાશે ત્યારે તેની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. પરંતુ આ વાવાઝોડુ કચ્છને વધુ અસર કરે તેવી શક્યતા છે. 

કચ્છમાં 25 વર્ષ બાદ વાવાઝોડું ત્રાટકશે
૧૯૯૮ બાદ ફરી એક વાર કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. ૨૫ વર્ષ બાદ કચ્છ પર બિપોરજોયને લઈને ખતરો મંડરાઇ રહ્યો છે. ૯ જુન ૧૯૯૮ ના રોજ કંડલામાં વાવાઝોડું ત્રાટક્યુ હતું. જે એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોન સ્વરૂપે ટકરાયું હતું. અનેક લોકોના આ વાવાઝોડામાં મોત હતા. તો કચ્છની અબજોની સંપત્તિને નિકસાન થયુ હતું. તે સમયે વીજળીના 40 હજારથી વધારે થાંભલા ધરાશાયી થયા હતા. મોટી સંખ્યાના ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થતાં લાંબા સમય સુધી વિજપુરવઠો ખોરવાયો હતો. તે સમયે કંડલા પોર્ટને કરોડોનું નુકસાન થયું હતું. તો મીઠા ઉદ્યોગની નુકસાનીનો અંદાજ 15૦ કરોડ કરતાં વધારેનો હતો. ઓઇલ કાર્ગો, ક્રેઇન, આગબોટ, વે-બ્રીજ બાર્જીસ ઉપરાંત હજારો ટન ઘઉં, સેંકડો ટન  ખાંડ, ૧૧૦૦૦ કરતાં વધારે ટન તેલીબિયા નષ્ટ થયા હતા. કચ્છના બાગાયતી પાકને મોટાપાયે નુકસાન થયુ હતુ. ભચાઉના કાંઠાળ વિસ્તારમાં અનેક ઊંટ મૃત્યુ પામ્યા હતા. પાટા ધોવાઇ જવાથી રેલવે અને ઇફકોને મોટું નુકસાની થઈ હતી. ફરી વાર વર્ષ ૧૯૯૮નું પુનરાવર્તન થવાનો ડર કચ્છવાસીઓને સતાવી રહ્યો છે. 

કચ્છમાં વાવાઝોડાની અસર વધુ રહેશે 
રાહત કમિશનર અશોક પાંડેએ વાવાઝોડાની માહિતી આપતા જણાવ્યું કે, ૧૪ અને ૧૫ તારીખે કચ્છની આસપાસ વાવાઝોડાની વધારે અસર રહેશે. કચ્છ અને કરાંચી વચ્ચે બિપોરજોય ટકરાવાની શક્યતા સૌથી વધુ છે. વાવાઝોડા દરમિાયન કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા અને ગીરરસોમનાથમાં ભારે અસર થશે. અને જો વાવાઝોડું વધારે ઉપર જાય તો બનાસકાંઠા અને પાટણને પણ અસર કરી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news