ઝી ન્યૂઝ/રાજકોટ: ફરી એકવાર ગુજરાતમાં વિદ્યાર્થીને તાલીબાની સજા આપવાની ઘટના સામે આવી છે. રાજકોટની જીવન શાળા બોર્ડિંગના વિદ્યાર્થીને ગૃહપતિએ માર માર્યો અને શોક આપ્યાનો આરોપ લાગ્યો છે. બાળકને ઈજા થતા હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ સંચાલકે આરોપો નકાર્યો અને ડીઈઓએ કહ્યું હતું કે સમગ્ર મામલે તપાસ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભઈ ચેતી જજો! ગુજરાતમાં કોરોનાએ માર્યો ફૂંફાડો, રોકેટગતિએ વધી રહ્યા છે એક્ટિવ કેસ


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જસદણના આંબરડીની જીવન શાળા બોર્ડિંગ સ્કૂલનો બનાવ છે. જેમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા માસુમ વિદ્યાર્થીને ઇલેટ્રીક કરંટ આપ્યાનો આક્ષેપ કરાયો છે. પારેવા ગામના મામેરિયા પરીવારનો બાળક હોસ્ટેલમાં રહેતો હતો. વિદ્યાર્થીને સંસ્થાના ગૃહપતિએ ઇલેટ્રીક કરંટ આપ્યા આક્ષેપ કરાયો છે. સારવાર માટે વિદ્યાર્થીને રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. ગૃહપતિએ વીજકરંટ આપતા વિદ્યાર્થી 5 દિવસે ભાનમાં આવ્યાનો આક્ષેપ કરાયો છે. ધોરણ 8નો વિદ્યાર્થી છેલ્લા 5 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 


અડગ મનોબળ હોય તો કોઈ મંઝિલ દૂર નથી, બોડી બિલ્ડર સ્પર્ધામાં દિવ્યાંગ યુવાન વિજેતા


પરીવારજનોએ આ ઘટના બાદ આક્ષેપ કર્યો છે કે સફાઈની ના પાડતા તેને કરંટ આપવાની સજા કરાઈ છે. પરંતુ હોસ્ટેલના સંચાલકો આ વાતને નકારી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે બાળક આંબલી ખાવા ચડ્યો હોવાથી પડતા ઇલેટ્રીક કરંટ લાગ્યો છે. પરંતુ પરીવારજનો આ બચાવને નકારી રહ્યા છે. હાલ તો આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે તપાસનો વિષય છે.


OMG! પ્રાઈવેટ પાર્ટના રસ્તે પેટમાં ઘૂસી ગયો સાપ? ડોક્ટર પર ચોંકી ગયા, પણ હકીકત...