ભઈ ચેતી જજો! ગુજરાતમાં કોરોનાએ માર્યો ફૂંફાડો, રોકેટગતિએ વધી રહ્યા છે એક્ટિવ કેસ, જાણો આજનો આંકડો

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતમાં કુલ 2155 એક્ટીવ કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકો વેન્ટીલેટર પર છે અને 2143 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1271224 લોકો ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને 11057 લોકોના મોત થયા છે.

ભઈ ચેતી જજો! ગુજરાતમાં કોરોનાએ માર્યો ફૂંફાડો, રોકેટગતિએ વધી રહ્યા છે એક્ટિવ કેસ, જાણો આજનો આંકડો

ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના નવા કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેમાં આજે કોરોનાના નવા 328 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો રેસિયો 98.97 ટકા છે. આજે કોરોનામાંથી 315 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં 12 લાખથી વધારે દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતમાં કુલ 2155 એક્ટીવ કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકો વેન્ટીલેટર પર છે અને 2143 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1271224 લોકો ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને 11057 લોકોના મોત થયા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 93 કેસ નોંધાયા છે, જ્યારે સુરત કોર્પોરેશન 31, મહેસાણા 26, વડોદરા કોર્પોરેશન 25, મોરબી 23, વડોદરા 18, ગાંધીનગર 16, સાબરકાંઠા 12, વલસાડ 11, સુરત 10, અમરેલી 7, નવસારી 7, ગાંધીનગર કોર્પોરેશન 6, રાજકોટ 6, આણંદ 5, ભરૂચ 5, રાજકોટ કોર્પોરેશન 5, ભાવનગર કોર્પોરેશન 4, પાટણ 4, અમદાવાદ 3, કચ્છ 3, પંચમહાલ 2, પોરબંદર 2, સુરેન્દ્રનગર 2, બનાસકાંઠા 1, ગીર સોમનાથ 1 એમ કુલ 328 કેસ નોંધાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news