'અડગ મનોબળ હોય તો કોઈ મંઝિલ દૂર નથી', બોડી બિલ્ડર સ્પર્ધામાં આણંદનો દિવ્યાંગ યુવાન વિજેતા બન્યો

રાજુભાઈ માત્ર ધોરણ પાંચ સુધી ભણેલા છે,અને બાઈક સ્કુટર રીપેરીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે,તેઓ દરરોજ સવારથી સાંજે પાંચ વાગ્યા સુધી ગેરેજમાં કામ કરે છે,અને સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી બે થી ત્રણ કલાક સુધી દરરોજ નિયમિત જીમમાં જઈને કસરત કરે છે.

'અડગ મનોબળ હોય તો કોઈ મંઝિલ દૂર નથી', બોડી બિલ્ડર સ્પર્ધામાં આણંદનો દિવ્યાંગ યુવાન વિજેતા બન્યો

બુરહાન પઠાણ/આણંદ: આણંદ શહેરમાં ઓટો ગેરેજ ધરાવતા વિકલાંગ યુવકે વલસાડ ખાતે યોજાયેલી રાજય કક્ષાની બોડી બિલ્ડર સ્પર્ધામાં ભાગ લઈ વિકલાંગ કેટેગરીમાં દ્રીતીય સ્થાન પ્રાપ્ત કરી સફળતા મેળવી હવે તે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા માટે તૈયારીઓ કરી રહ્યો છે.

આણંદ શહેરમાં સરદાર ગંજ પાસે ઓટો ગેરેજ ચલાવી બાઈક સ્કુટર રીપેરીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાજુભાઈ વી મારવાડી એક પગથી વિકલાંગ છે. તેઓને ત્રણ વર્ષ પૂર્વે બોડી બિલ્ડીંગનો શોખ જાગ્યો અને તેણે જીમમાં જઈને હાર્ડ વર્ક કરી પોતાની બોડી બિલ્ડ કરવાનું શરૂ કર્યું, અને આણંદ ખાતે યોજાયેલી બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો પરંતુ સફળતા મળી નહી.

જેથી હિંમત હાર્યા વિના તેઓએ મહેનત ચાલુ રાખી અને બીજા વર્ષે વડોદરા ખાતે યોજાયેલી બોડી બિલ્ડર સ્પર્ધામાં વિકલાંગ કેટેગરીમાં ભાગ લઈને બીજુ સ્થાન પ્રાપ્ત કરી મેડલ મેળવ્યો અને બીજા વર્ષે જ સફળતા વધતા તેઓએ જીમમાં દરરોજ કસરત કરવાનું ચાલુ રાખ્યું અને આ વર્ષે વલસાડ ખાતે યોજાયેલી રાજય કક્ષાની બોડી બિલ્ડર સ્પર્ધામાં વિકલાંગ કેટેગરીમાં ભાગ લઈ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા તેઓ રાજય કક્ષાએ બીજા સ્થાને વિજેતા થતા તેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. 

રાજુભાઈ માત્ર ધોરણ પાંચ સુધી ભણેલા છે,અને બાઈક સ્કુટર રીપેરીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે,તેઓ દરરોજ સવારથી સાંજે પાંચ વાગ્યા સુધી ગેરેજમાં કામ કરે છે,અને સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી બે થી ત્રણ કલાક સુધી દરરોજ નિયમિત જીમમાં જઈને કસરત કરે છે.

તેઓએ જણાવ્યું હતું કે, હું આગળ વધવા માંગુ છું, પરંતુ મને કોઈનાં તરફથી માર્ગદર્શન નથી મળ્યું તેમ છતાં મેં મારી જાત મહેતનથી રાજયકક્ષાની બોડી બિલ્ડર સ્પર્ધામાં રાજય કક્ષાએ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે હું નેશનલ કક્ષાએ ભાગ લેવા માંગુ છું અને તે માટે મે મહેનત શરૂ કરી દીધી છે. નેશનલ કક્ષાએ એવોર્ડ મેળવી હું ગુજરાત અને આણંદનું નામ રોશન કરવાની મહેચ્છા રાખુ છું તેમ જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news