Kutch Tourism : વર્લ્ડ હેરિટેજ સાઈટ બન્યા પછી ધોળાવીરાને વધુ એક સિધ્ધિ હાંસલ થઈ છે. કચ્છના ધોળાવીરાને વર્લ્ડ એટલાસ અજાયબીઓમાં સ્થાન મળ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોળાવીરાની આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ નોંધ લેવાઈ છે. ભૂગોળની માહિતી આપતી જાણીતી વેબસાઈટમાં ધોળાવીરાનું સ્થાન વર્લ્ડ એટલાસ તરીકે તાજેતરમાં અજાયબીઓની યાદીમાં જાહેર કરાઈ છેગુજરાતના ધોળાવીરાને ભારતના બે હડપ્પન શહેરોમાં બીજું શહેર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શહેરમાં ઇ.સ પૂર્વે 1800 થી 3000 વચ્ચે 1,200 વર્ષના સમયગાળામાં આ શહેર વસ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોળાવીરાનો ઇતિહાસ 5 હજાર વર્ષ જૂનો
પુરાતત્વ વિદો અનુસાર , ધોળાવીરાનો ઇતિહાસ 5 હજાર વર્ષ જૂનો છે. મતલબ ઇજિપ્તના ગ્રેચ પિરામીડથી પણ જૂનો ઇસા પૂર્વ ત્રીજા અને બીજા સહસ્ત્રાવ દરમિયાન આ નગર લગભગ 1500 વર્ષ સુધી આબાદ રહ્યું. ધોળાવીરા આજ સુધી શોધાયેલા નગરોમાં સૌથી સારા સંરક્ષિત નગરમાં જોવામાં આવે છે. આ નગરના અધ્યયનથી તેના નિર્માણથી લઇ પતન સુધીનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. ધોળાવીરા નગર મોનસુનના વરસાદથી બનવા વાળી બે નાની નદીઓની વચ્ચે હતું. ઉત્તર તરફની નદીનું નામ હતું મન્સર નદી અને દક્ષિણ તરફ વાળી નદીનું નામ હતું મનહર નદી. આ નગર ઉત્તરની તરફ ઉંચાઇ પર હતું અને દક્ષિણ તરફ ઢાળવાળું હતું. હડપ્પા સભ્યતાનું આ એકમાત્ર બહુવિભાજિત નગર હતું. જેમાં 3 મુખ્ય વિભાજન હતા. દુર્ગ, મધ્યનગર, અને નીચલો નગર ઘોળાવીરાની ઘણી સંરચનાઓ વિશ્ષ અનુપાતમાં જોવામાં આવે છે. માનો એમને વાસ્તુશાસ્ત્ર અનુપાતોનું જ્ઞાન હતું. આ નગરોની આગળ પાછળ ભવ્ય જળાશયોની શૃંખલા દેખાય છે. જે એકબીજા સાથે સંલગ્ન હતી.


સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જનારા સાવધાન, કેનેડા સરકારના આ નિર્ણયથી પ્લાનિંગ ફેલ જશે


ઈંટો પણ મજબૂત હતી
સંપૂર્ણ નગર ચારેય દિવાલોથી ચારેય તરફથી સંરક્ષિત હતું. નગરનો મુખ્ય માર્ગ 9 મીટર સુધી લાંબો હતો. ગલીમાં ઘરોની વચ્ચે દોઢ મીટરનો ગેપ હતો, અને અંદરના રસ્તાની પહોળાઇ 5 મીટર સુધીની હતી. ધોળાવીરા નગરની ઇમારતો, તડકામાં સૂકવવામાં આવેલી ઇંટો, ઘસીને ચીકણા કરેલા પત્થર અને લાકડીથી બનાવવામાં આવી હતી. તેમની ઇંટોને માપીને માલૂમ પડે છે કે અહીં ઇંટો ઉંચાઇ અને લંબાઇ અને પહોળાઇ 1,2,4 નો અનુપાત પ્રદર્શિત કરે છે. ઇંટોનું આ જ માળખું તમામ જગ્યા પર જોવા મળે છે. 


IVF થી 10 વર્ષ બાદ સુરતના દંપતીને મળ્યું ત્રણ સંતાનોનું સુખ, એક પછી એક ત્રણેયના મોત


નગરની ઓળખ આપતું અભિલેખ
ધોળાવીરાના ઉત્ખનનમાં પુરાતત્વ વિદોને એક અદભૂત અને રહસ્યમયી અભિલેખ પ્રાપ્ત થયો છે. ઉત્તરી ગેટના કક્ષમાં એક લાકડાના બોર્ડમાં અપારદર્શી ગ્લાસ એટલે કે સફેદ જિપ્સમથી બનેલી વિભિન્ન આકૃતિઓ જોવા મળી. આમાંની તમામ આકૃતિની લંબાઇ 37 સેમી છે અને પહોળાઇ 27 સેમી. છે. લગભગ 10 આકૃતિઓથી બનેલું આ અભિલેખ હડપ્પા સભ્યતાના ઉત્ખનનમાં પ્રાપ્ત સૌથી મોટો અભિલેખ છે. પુરાતત્વ વિદોનું અનુમાન છે કે આ મુખ્ય દ્વાર પર લગાવવામાં આવેલું પહેચાન ચિહ્ન હોઇ શકે છે. જેને ઓળખી શકવા માટે હજી સુધી સંભવ નથી થઇ શક્યું. ધોળાવીરામાં દુર્ગના ઉત્તરમાં એક વિસ્તૃત મેદાન મળી આવ્યું છે. જે 47 મીટર પહોળું અને 283 મીટર પહોળું છે. કદાચ તેનો ઉપયોગ સામુદાયિક સમારોહ ખેલ કે પછી બજારોના રૂપમાં કરવામાં આવતો હશે.


રંગ બદલતો મિતુલ ત્રિવેદી, ઈસરોનો કર્મચારી હોવાનો દાવો કરનારને પોલીસનું તેડું આવ્યું


તે સમયે તળાવ કુદરતી રીતે શુદ્ધ થતા 
ધોળાવીરાની જળપ્રબંધન પ્રણાલી અદભૂત હતી. આપણે નગરની તરફ આગળ વધીએ ત્યારે જ આપણી નજર ભવ્ય જળકુંડ પર પડે છે. તેને જોઇને મહેસૂસ થાય છે કે ધોળાવીરા અતીતમાં એક જીવિત સચેત નગર રહ્યું હશે, પરંતુ મનમાં એક પ્રશ્ન પણ ઉઠે છે. આટલા ભવ્ય જળાશય કેમ નિર્માણ કરવામાં આવ્યા હશે. કદાચ ધોળાવીરા વાસીઓને ભૂગર્ભમાંથી પાણી મળવાની વિશેષ આશા નહોતી. આજે પણ કચ્છ એકદમ નિર્જલ ક્ષેત્ર છે. અહિં વરસાદ અનિયમિત રૂપથી થાય છે. અતીતમાં ધોળાવીરાની સભ્યતાને 1500 વર્ષ સુધી વાસ્તવિક કરી હતી અને આ જ વિશાળ જળકુંડના કારણે તેમણે તેમની જલપૂર્તિની સમસ્યાને સુલઝાવી દીધી હતી. જાણે કે તેઓ કુશળ જળ અભિયંતા હતા. તેમણે ચટ્ટાનોને કાપીને વિશાળ જળાશયોની એક જટિલ પ્રણાલીનો વિકાસ કર્યો હતો, નગરની આસપાસ 16 ભવ્ય જળાશયોનું નિર્માણ કરાવ્યું હતું જેમાં લગભગ અઢી લાખ ઘનમીટર પાણીને સંગ્રહ કરી શકાતો હતો. વરસાદના પાણીથી મનહર નદીમાં પાણી આવી જતું પાણી નહેરના રસ્તે જળકુંડમાં જતું અને એક એક કરીને નગરના તમામ જળાશય ભરાઇ જતા એક કુંડમાંથી બીજા કુંડમાં જતી વખતે આ પાણી પ્રાકૃતિક રૂપથી શુદ્ધ થઇ જતા. સાફ પાણી દુર્ગની અંદર કુવામાં જમા થઇ જતું. પછી તે પાણી પીવા માટે અને અન્ય ઉપયોગ માટે અલગ અલગ કુંડમાં જમા થઇ જતું હતું. 


ચોમાસાનો ચોથો રાઉન્ડ તો ફેલ ગયો, અંબાલાલે કરી ભારે વરસાદના પાંચમા રાઉન્ડની આગાહી


રોમન પહેલા પણ હડપ્પામાં વિકસી હતી ટેકનોલોજી
ધોળાવીરાના લોકોએ પ્રાકૃતિક ઢાળનો ઉપયોગ કરીને નગરમાં તમામ જગ્યાઓ પર પાણી પહોંચાડવાની કળા શીખી લીધી હતી. રોમન વાસીઓથી પણ ખૂબ પહેલાં હડપ્પા સભ્યતાના લોકોને આ અદભૂત ટેકનીક વિકસાવી લીધી હતી. પૂરના સમયે અતિરિક્ત પાણી નગરથી બહાર કાઢવા માટે પ્રબંધ કર્યો હતો. ધોળાવીરાના જળાશય ખૂબ વિશાળ હતા. જેમાંના કેટલાક 74 મીટર લાંબા ,29 મીટર પહોળા અને 10 મીટર સુધી ઉંડા હતા તેની તુલના મોહેજો દડોના પ્રસિદ્ધ સ્નાનાગારથી કરીએ તો આ તેના કરતા 3 ગુણા મોટા દેખાય છે.  આટલા વિપુલ માત્રામાં પાણી ઉપલબ્ધ હોવાને લીધે , ધોળાવીરા વાસી વર્ષભર થનારો પાક પણ લેતા હશે અને તેનો કારોબાર લગભગ  સાડા ત્રણ હજાર ફૂટ મેસાપોટામિયામાં કરતા હશે.


ખેડૂતો માટે વરદાન છે આ મશીન, નવા પ્રકારના વ્યવસાયમાં બારેમાસ થશે મબલખ કમાણી


કદાચ આ જ વ્યાપારી સંબંધોથી ધોળાવીરામાં વિપુલ માત્રામાં મળેલા કેટલાક અવશેષ મિસોપોટેમિયામાં પણ જોવા મળ્યા છે. ધોળાવીરાના ઉત્ખનનથી, માટીના વાસણ, મૂર્તિઓ, જાનવરોની આકૃતિઓ, સોના ચાંદી, આભૂષણ અને મોહરા પર છપાયેલા બળદ, ગેંડા અને અન્ય જાનવરોના ચિહ્ન પણ દેખાઇ આવે છે. અહિંથી તાંબુ અને કાસ્ય ધાતુથી બનેલી વસ્તુઓ અને કામકાજમાં ઉપયોગમાં લેવાતા હથિયાર પણ પ્રાપ્ત થયા છે. પુરાતત્વ વિદોને એ અનુમાન છે કે ઇસા પૂર્વ 1800 આવતા આવતા ધોળાવીરા પોતાના અંતની નજીક પહોંચી ચૂક્યું હતું. તેના અંત માટે અનેક કયાસ લગાવવામાં આવે છે. જેમ કે કોઇ શક્તિશાળી ભૂકંપે આ સમગ્ર ક્ષેત્રને સમુદ્ર સતહથી ઉપર ઉઠાવી લીધું હશે, કે પછી જળવાયુમાં આવેલા અચાનક બદલાવથી અહિં વર્ષો સુધી મોનસુનની વર્ષા બંધ થઇ ગઇ હશે કે પછી નદીઓમાં આવેલા પ્રવાહથી અચાનક આવેલા બદલાવથી ધોળાવીરામા ભયંકર દુકાળ પડ્યો હશે.


ગુજરાતમાં ન્યાય સિસ્ટમમાં મોટો બદલાવ : પેન્ડિંગ અને જુના કેસ વિશે લેવાયો મોટો નિર્ણય