ખેડૂતો માટે વરદાન છે આ મશીન, નવા પ્રકારના વ્યવસાયમાં બારેમાસ થશે મબલખ કમાણી

Agriculture News : રાસ્પાડોર મશીનથી કેળના થડના રેસામાંથી સૂકા રેશા, ઘન કચરો, પ્રવાહી છૂટા પડી તેમાંથી કાપડ, ઉચ્ચ ગુણવત્તા ના કાગળ, હાથ બનાવટની અનેક વસ્તુઓ, કાર્ડ બોર્ડ વગેરે બનાવવામાં આવે છે

ખેડૂતો માટે વરદાન છે આ મશીન, નવા પ્રકારના વ્યવસાયમાં બારેમાસ થશે મબલખ કમાણી

Gujarat Farmers : ગુજકોમાસોલ દ્વારા ભરૂચ ખાતે ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઉદઘાટન કરાયું હતું. ભરૂચમાં કેળાની ખેતી વ્યાપક પ્રમાણમાં હોય તેના છોડનો પણ હવે ઉપયોગ કરવામાં આવશે. નવસારી કૃષિ યુનર્વિસટીના વૈજ્ઞાનિકોએ હવે કેળાના થડમાંથી સંશોધન કરી મૂલ્યવર્ધિત ચીજો બનાવી છે. જેમાં ભરૂચ ગુજકોમાસોલ ખાતે રાજ્યપાલના હસ્તે આ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરાયુ હતું. 

રાસ્પાડોર મશીનથી કેળના થડના રેસામાંથી સૂકા રેશા, ઘન કચરો, પ્રવાહી છૂટા પડી તેમાંથી કાપડ, ઉચ્ચ ગુણવત્તા ના કાગળ, હાથ બનાવટની અનેક વસ્તુઓ, કાર્ડ બોર્ડ વગેરે બનાવવામાં આવી છે. કેળના થડના ઘન કચરામાંથી અળસિયાનું ખાતર, કંપોસ્ટ ખાતર તેમજ માછલીનો ખોરાક બનાવી શકાય છે. તેમજ પ્રવાહી માંથી સેન્દ્રિય પ્રવાહી ખાતર, અને મઘ્યગર માંથી ખાવા લાયક ચીજ જેવી કે કેન્ડી, જામ, શરબત, અથાણાં બનાવી શાકાય છે. 

જે ખેડૂત પોતાના ખેતરમાં ફક્ત 1.5 લાખ ₹ નું રાસ્પાડોર મશીન ઇન્સ્ટોલ કરવા માંગતા હોય તેમને ટ્રેનીંગ આપી આ મશીન કઈ રીતે ઉપયોગી બનશે તેની માહિતી આપવામાં આવશે. સાથે જ ખેડૂતોને કેળના થડના નિકાલની સમસ્યામાંથી પણ છુટકારો મળશે. આવામાં પાક લીધા બાદ કેળના થડમાંથી પણ ખેડૂતને આર્થિક ઉપજ મેળવવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ બની છે.

નવસારીના કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતો માટે બિનઉપયોગી ગણાતાં કેળના થડમાંથી મૂલ્યવર્ધનની નવી ટેકનોલોજી વિકસાવી છે. જે અંતર્ગત તેમણે કેળનાં થડમાંથી નીકળતા પ્રવાહીનો ઉપયોગ કરી નોવેલ જૈવિક પ્રવાહી ખાતર તૈયાર કરીને, આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે. સામાન્ય રીતે ખેડૂતો કેળાના પાક બાદ થડને ઉકરડામાં ફેંકી દેતા હોય છે. પરંતુ નવસારી કૃષિ યુનિવર્સીટીના કુશળ વૈજ્ઞાનિકોએ રાસ્પાડોર મશીનની મદદથી કેળનાં થડમાંથી રેસા છૂટા પાડવાની પદ્ધતિ વિકસાવી છે. જેના લીધે વધેલ નકામા કચરા પર વિશેષ પ્રક્રિયાઓ કરીને પ્રવાહી ખાતર બનાવી શકાય છે. આ પ્રવાહી ખાતરમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ ઉપરાંત સુક્ષ્મ તત્વો જેવા કે લોહતત્વ, બોરોન, મોલીબ્લેડમ, મેગ્નેશિયમ, કેલ્શીયમ, સલ્ફર ઝીંક, કોપર વગેરે સારી માત્રામાં મળી રહે છે. રાસાયણિક ખાતર કરતા આ ખાતર ઓછું ખર્ચાળ અને ઉત્તમ સાબિત થયું છે. આ વિશેષ શોધને કારણે નવસારી કૃષિ યુનિવર્સિટીએ ખાતર બનાવતી કંપનીઓ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સમજૂતી કરાર પણ કર્યા છે.

કેળાના છાલમાંથી બનાવાય છે યાર્ન
આજકાલ કેળાના છાલમાથી યાર્ન બનાવવાનો પ્રયોગ કરાય છે. આ યાર્ન જમીન પર ફેંકી દીધા બાદ ત્રણથી ચાર મહિનામાં સંપૂર્ણ ભળી જાય છે, સમુદ્રમાં પણ કોઈ પણ પ્રકારના જીવને નુકસાન ન કરે તેવું યાર્ન તૈયાર કરાયું છે. હાલમાં પૃથ્વી પર ટેક્ષટાઇલ વેસ્ટ એ સૌથી ગંભીર અને ઝડપથી વધતી જતી સમસ્યા છે ત્યારે આ પ્રકારના નવા પ્રયોગ પૃથ્વી માટે આશીર્વાદ જનક બની રહેશે. મુખ્ય બાબત એ છે પ્રાકૃતિક હોવા છતાં એની ગુણવત્તા પણ જાળવી રાખી છે તેમાં એક થી એક સુંદર કલર, બનાવામાં આવ્યા છે. કલર એવા જે લાંબા સમય સુધી ટકી રહે છે ત્યારે જો આ પ્રકારના પ્રોડક્ટ ભારતમાં જ કાચો માલ બનાવીને તૈયાર કરવા માંડે તો તેની કિંમત નીચી આવે અને આપણે પર્યાવરણ તરફ આપણી ફરજ બનાવીએ એ પણ મહત્વનું છે.  

આ પ્રસંગે ગુજકોમાસોલ ના ચેરમેન દિલીપ સાંઘાણી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રા.ક. સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિ,  ગુજ. વિ.સભા ના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, ગુજકોમાસોલ ના વાઇસ ચેરમેન બિપીનભાઈ, કલેકટર તુષાર સુમેરા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગુજકોમાંસોલ ના ડિરેક્ટર શ્રીઓ અને ખેડૂતોએ હાજરી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news