Gujarat travel agents : ગુજરાતના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટોએ પ્રવાસીઓને હિમાચલ મોકલવાનો ઈન્કાર કર્યો છે. વાદીઓનું સુંદર રાજ્ય એવા હિમાચલ પ્રદેશમાં નવો ટેક્સ લાગ્યા બાદ ગુજરાતના ટ્રાવેલ્સ એજન્ટ બુકીંગ રદ કરી રહ્યા છે. બહારના રાજ્યોના વાહનો પર ટેક્સ લગાડવાના કારણે હિમાચલના પ્રવાસન ઉદ્યોગ પર સંકટ ઘેરાયું છે. ઓલ ઇન્ડીયા ટુરીસ્ટ પરમીટ વાહનો પર રોજનો 3 થી 6 હજાર ટેક્સ લગાડાઈ રહ્યો છે. જેના પગલે ગુજરાતના ટ્રાવેલ્સ એજન્ટોએ હિમાચલનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુર્ગા પુજા દરમ્યાન અનેક ગુજરાતી પ્રવાસીઓ હિમાચલ જાય છે. તેમજ દિવાળીની રજાઓમાં પણ હિમાચલ ગુજરાતીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. આવામાં હવે હિમાચલનો બહિષ્કાર કરતાં ગુજરાતી પ્રવાસીઓ કાશ્મીર અને ઉત્તરાખંડ તરફ વળ્યા છે. ગુજરાતના પ્રવાસીઓ ચંદીગઢ સુધી ટ્રેન અને પછી ટેમ્પો ટ્રાવેલર મારફતે હિમાચલ પહોંચે છે. ત્યારે ગુજરાતના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરોએ રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ ભાઇ બેરાને રજુઆત કરવામાં આવી છે. આ વિશે ટુર ઓપરેટર એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ મુંજાલ ફિટરે જણાવ્યું કે, હિમાચલ સરકરા ટેક્સ પરત લે તે માટે સંવાદ કરવા રજુઆત કરી છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ગુજરાતીઓ હિમાચલની મુલાકાત લે છે. તેથી ટેક્સ 5 થી 10 ટકા રાખવાની માંગ છે. હિમાચલ સરકારના નિર્ણયથી પ્રવાસન અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલ હોટલ રેસ્ટોરા ગાઇડ સહિતના ઉદ્યોગોને ફટકો પડશે. 


અંબાલાલ પટેલની નવી આગાહી : નવરાત્રિમાં વરસાદ બાદ વાવાઝોડાનો વધુ એક રાઉન્ડ આવશે


ઉલ્લેખનીય છે કે, કુદરતી આપદાઓનો સતત સામનો કરી રહેલા હિમાચલ પ્રદેશ રાજ્ય પર હવે પર્યટન ઉદ્યોગ પણ પડી ભાંગી રહ્યો છે. હિમાચલ પ્રદેશની સરકારે કુદરતી હોનારતથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે 4500 કરોડનું વિશેષ રાહત પેકેજનો ખજાનો તો ખોલી દીધો, પરંતું આ રકમ એકઠી કરવા માટે સરકારે હવે લોકો પર ભારે ભરખમ ટેક્સ લગાવવાનું શરૂ કર્યું છે. પ્રદેશની સરકારે બહારના રાજ્યોથી ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ પર હિમાચલ આવનારા વાહનો પર રોજના 3 થી 6 હજાર સુધીનું ટેક્સ લગાવવનુ ફરમાન જાહેર કર્યું છે. સરકારના આ નિર્ણય બાદ હિમાચલમાં ગુજરાતથી જનારા પ્રવાસીઓની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો આવ્યો છે. તેની મોટી અસર હિમાચલના પર્યટન ઉદ્યોગ પર પડી છે તેવુ કહેવાઈ રહ્યું છે. મુસાફરો ઓછા આવવાથી પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને આગામી દિવાળી ફેસ્ટિવલ સીઝનમાં મંદીનો સામનો કરવ પડી શકે છે.


અમેરિકાની ધરતી પર વસુધૈવ કુટુમ્બકમનો વિચાર મૂર્તિમંત થયો, ભવ્ય અક્ષરધામનું મહંત સ્વામીના હસ્તે લોકાર્પણ 


સિમલા હોટલ એન્ડ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝના સ્ટેક હોલ્ડર્સ એસોસિયેશનના અધ્યક્ષ મહેન્દ્ર શેઠનું કહેવું છે કે, ચોમાસામાં કુદરતી આફતોનો માર હિમાચલના પર્યટક વેપાર પર પડ્યો છે. આ પહેલા 2020 તથા 2021 માં કોરોના કાળમાં પ્રદેશનો પર્યટન કારોબાર લગભગ ઠપ્પ રહ્યો છે. પરંતુ આગામી દિવાળી ફેસ્ટિવલ સીઝનમાં વેપારીઓને આશા હતી કે, વેપારમાં તેજી આવશે. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાતના મુસાફરો ફેસ્ટિવલ સીઝનમાં સિમલા-મનાલી ફરવા આવતા હતા. પરંતુ સરકારે બહારથી આવતા મુસાફરો પર ભારે ભરખમ ટેક્સ લગાવ્યો છે. જેને કારણએ ગુજરાતના ટ્રાવેલ એજન્ટો હિમાચલ જવાનું ટાળી રહ્યાં છે.


તેમણે કહ્યું કે, ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોના મુસાફરો હવે હિમાચલને બદલે ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરને પ્રાયોરિટી આપી રહ્યાં છે. તેથી પ્રદેશની સરકારે આ ટેક્સ નાબૂદ કરવા માટે વિચારવુ જોઈે. નહિ તો પ્રદેશના જીડીપીમાં 7 ટકા યોગદાન આપનાર પર્યટન ઉદ્યોગ ચોપટ થઈ જશે. 


કેનેડા કારણ વગર બિસ્તરા પોટલા ઉંચકીને ન લઈ જતા, અહી માત્ર 50 ડોલરમાં મળશે બધો સામાન


તો ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઓફ પેન ઈન્ડિયાના અધ્યક્ષ વિનેશ શાહે જણાવ્યું કે, ગુજરાતના પર્યટન મંત્રી મુળૂભાઈ બેરાને આગ્રહ કર્યો છે કે, તેઓ હિમાચલ સરકારને નવો ટેક્સ પરત ખેંચવા માટે ચર્ચા કરે. ગુજરાતથી હજારો મુસાફરો હિમાચલ જાય છે, અને ગુજરાતના પર્યટન વેપારીઓને આ ટેક્સથી નુકસાન થઈ રહ્યું છે. 


હિમાચલમાં ટુરિટ્સ વાહનો પર રોજના 3500 થી 5000 નો વધારોનો ટેક્સ લગાવી દેવાયો છે. તેનાથી ટુર પેકેજ મોંઘા થયા છે. હિમાચલના સ્થાન હવે ઉત્તરાખંડ અને કાશ્મીરની ડિમાન્ડ વધી રહી છે. 


યુકે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીનો કડવો અનુભવ, એવુ કેમ કહ્યું કે અહી ના આવતા!