કેનેડા કારણ વગર બિસ્તરા પોટલા ઉંચકીને ન લઈ જતા, અહી માત્ર 50 ડોલરમાં મળશે બધો સામાન

study abroad : ગુજરાતથી થેલા ભરીને જવાના બદલે કેનેડામાં અહીંથી 50 ડૉલરમાં ઘરનો તમામ સામાન વસાવી શકાશે.... ક્યારેક તો મફતના ભાવે સામાન મળી જાય છે 

કેનેડા કારણ વગર બિસ્તરા પોટલા ઉંચકીને ન લઈ જતા, અહી માત્ર 50 ડોલરમાં મળશે બધો સામાન

Canada Student Visa : કેનેડા હોય કે અમેરિકા, યુકે હોય કે ઓસ્ટ્રેલિયા વિદેશમાં ભણવા કે રહેવા જવુ હોય તો ભારતીયો બિસ્તરા પોટલા લઈને જ નીકળે છે. કારણ કે આ દેશોમાં ડોલરમાં ખર્ચો થાય છે, પગ મૂકતા જ આટલા બધા રૂપિયા ક્યાંથી લાવવાના. એટલે મોટાભાગના ભારતીયો જરૂરિયાતનો તમામ સામાન બેગમાં લઈને જ નીકળે છે. જેથી ત્યાં જઈને ખરીદવો ન પડે, અને ડોલર ખર્ચવા ન પડે. પરંતુ જો તમે કેનેડામાં જવાના હોય તો આ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, અહી તમને સસ્તામાં તમામ જરૂરિયાતનો સામાન મળી જશે. 

કેનેડામાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં તમને જૂનો સામાન મળી જશે. સાથે જ નવો સામાન પણ ઓછા ડોલરમાં મળી જશે. આ દુકાનોમાં માત્ર 50 ડોલરમાં તમે તમામ ઘરવખરી વસાવી શકશો. આ 50 ડોલરમાં તમામ જરૂરિયાતની સામગ્રી આવી જશે. જેમ કે, પંખો, ટેબલ, વાસણો, ઈસ્ત્રી વગેરે. 

કેનેડામાં આ પ્રકારના અનેક સ્ટોર છે. જેમાં મોટાભાગે ભારતીયો જ શોપિંગ કરતા હોય છે. એટલુ જ નહિ, કેનેડામાં જૂની ગાડીઓનુ માર્કેટ પણ મોટું છે. જેથી કેટલીક જગ્યાઓ પર લોકોને ગાડીઓ પણ સરળતાથી મળી રહે છે. કિચનના સામાન સસ્તામાં મળી રહે તેની અનેક દુકાનો છે. જ્યાં કાચની ટીપોઈ, ઈસ્ત્રી, ગીઝર, કિચન, કટલરી, બાળકોનો ભણવાનો જરુરી સામાન માત્ર તમને 2-5 ડૉલરમાં મળી જશે. 

આમ, જો તમે કેનેડા આવવાનુ વિચારો છો તો હવે બિનજરૂરી બેગો ભરીને સામાન લાવવાની જરૂર નથી. તમારી બધી જ જરૂરિયાતો અહી પૂરી થઈ જશે. મોટાભાગના લોકો બેગમાં તપેલી, હીટર, કપડા, બૂટ, કિચનનો સામાન બેગમાં ભરીને લાવતા હોય છે. પરંતુ હવેથી એવુ કરવાની જૂરર નથી. આ વસ્તુઓમાં વાપરેલી હશે એટલે યોગ્ય નહીં હોય તેવું નથી, ઘણી એવી પણ વસ્તુઓ તમને અહીંથી મળી જશે કે જે એકપણવાર વપરાશમાં લેવામાં આવી ન હોય.

કયા કયા શહેરોમાં છે આવી દુકાનો
 ઓટાવા, ટોરેન્ટો, વિનિપેગ, કેલગરી, વેનકૂવર સહિતની જગ્યાઓ પર આ પ્રકારના સ્ટોર તમને મળી જશે કે જ્યાંથી તમે એકદમ સસ્તામાં ઘરનો જરુરી સામાન ખરીદી શકો છો. 

કેનેડામાં 12 લાખ જેટલા માઈગ્રન્ટ વસવાટ કરે છે. તેમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટનો હિસ્સો ઘણો મોટો છે. પહેલી જુલાઈએ કેનેડાની વસતી ચાર કરોડનો આંક વટાવી ગઈ હતી અને છેલ્લા એક વર્ષમાં તેમાં ત્રણ ટકાનો વધારો થયો છે. વેસ્ટર્ન વિશ્વમાં કેનેડા અત્યારે સૌથી ઝડપી વસતી વધારો ધરાવતો દેશ છે જેના માટે ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ જવાબદાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news