વિધાનસભામાં નીતિન પટેલે નહેરુને લઈને એવુ તો શું કહ્યું કે થઈ ગયો હોબાળો
- વિધાનસભા ગૃહમાં નર્મદા યોજના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને સામ-સામે આવ્યા
- કોંગ્રેસે યોજનાનો જશ નહેરુને આપવાનો પ્રયાસ કરતા નીતિન પટેલે સરદાર પટેલને આપ્યો જશ
- વિધાનસભામાં થયો હોબાળો...
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસ દ્વારા નર્મદા યોજનાનો જશ જવાહરલાલ નેહરુને પ્રયાસ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરોધમાં આવ્યા હતા. તેમણે નર્મદા યોજનાનો જશ સરદારભાઈ વલ્લભભાઈ પટેલને આપ્યો હતા. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સામસામે આવ્યા હતા અને હોબાળો થયો હતો.
વિધાનસભા ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને સામે આવ્યા હતા. નર્મદા યોજનાને જશ આપવાને લઈને વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો થયો હતો. ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસ દ્વારા નર્મદા યોજનાનો જશ જવાહરલાલ નેહરુને પ્રયાસ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરોધમાં આવ્યા હતા. તેમણે નર્મદા યોજનાનો જશ સરદારભાઈ વલ્લભભાઈ પટેલને આપ્યો હતો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પોતાની જગ્યા પરથી આગળ આવી ગયા હતા. નીતિન પટેલ માફી માંગે તેવા નારા કોંગ્રેસના ધારાસભ્યોએ લગાવ્યા હતા. દેશના પ્રથમ વડાપ્રધાનનું અપમાન નીતિન પટેલે કર્યું હોવાની વાત કોંગ્રેસ દ્વારા કરાઈ હતી. કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ સહિતના કોંગ્રેસના ધારાસભ્યો પોતાની જગ્યા ઉપરથી ઉઠીને આગળ આવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતીની બોલબાલા : દેશના 100 શક્તિશાળી લોકોમાં 7 ગુજરાતી, એક પિતા-પુત્રની જોડી
તો બીજી તરફ, નીતિન પટેલે સામે દલીલ કરી હતી સરદાર પટેલનું અપમાન કોંગ્રેસ કરી રહી છે. આ મામલે હોબાળો થતા વિધાનસભા ગૃહમાં સાર્જન્ટ દોડી આવ્યા હતા. વિધાનસભા ગૃહને પંદર મિનિટ માટે મોકૂફ રાખવામાં આવી હતી. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને બચાવવા માટે ભાજપના ધારાસભ્યોને મેદાનમાં ઉતર્યા હતા. કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો સામસામે આવી ગયા હતા. નીતિન પટેલ અને ભાજપના સભ્યોએ corden કર્યા હતા.
તો આ તરફ, કોંગ્રેસના સભ્યો વિધાનસભા અધ્યક્ષને મળવા માટે પહોચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ અધ્યક્ષ ડો નિમાબેન આચાર્ય સાથે બેઠક કરી હતી. ગૃહમાં થયેલા હોબાળા સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળ અધ્યક્ષને રજૂઆત કરી હતી. તેના બાદ મામલો થાળે પડ્યો હતો અને ગૃહની કાર્યવાહી પુનઃ શરૂ થઈ હતી.
આ પણ વાંચો : હીટવેવની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ બદલાયું, આણંદમાં ધુમ્મસથી થયેલા અકસ્માતમાં 8 ઘાયલ
કેગનો રિપોર્ટ રજૂ કરાયો
ગાંધીનગર વિધાનસભા ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. નાણાકીય વર્ષ 2020-21નો કેગ અહેવાલ મૂકાયો, આ વખતે પણ ગૃહમાં કેગના અહેવાલની સીડી આપવામાં આવી. કેગના અહેવાલ પ્રમાણે મહેસુલી ખર્ચમાં વધારો થયો છે, જ્યારે આવકમાં ઘટાડો થયો થયો છે. રાજ્યે મહેસૂલી ખાધ નાબૂદ કરવાનો લક્ષ્યાંક 2011-12થી હાંસલ કર્યો હતો. જો કે તે મધ્યમ ગાળાના નીતિ વિષયક નિવેદનમાં 2020-21 માટે કરવામાં આવેલા 7,789 કરોડના મહેસુલી પુરાતના અનુમાનની સામે 2020-21 દરમિયાન રાજકોષિય ખાધ 2019-20માં 24,581 કરોડ હતી, તેમાં મહેસૂલી આવકમાં 14,688 કરોડ જેટલો ઘટાડો થયો અને કુલ ખર્ચમાં 10,857 કરોડ જેટલો વધારો થયો છે. લોનની વસૂલાતમાં 174 કરોડ જેટલા ઘટાડામાંથી અન્ય આવક હેઠળ થયેલો 9,862 કરોડનો વધારો સરભર થવાના હિસાબે 15,857 કરોડ એટલે કે 64.51 ટકા જેટલી વધીને 2020-21માં 40,438 કરોડ થઇ છે. આ ઉપરાંત કોરોના કાળમાં રાજ્યમા સૌથી નીચો વૃદ્ધિ દર નોંધાયો છે. વર્ષ 2020-21 દરમિયાન છેલ્લા 5 વર્ષનો સૌથી નીચો વૃદ્ધિ દર નોધાયો છે. 2.97% વૃદ્ધિ દર ઓછો થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચો : અમદાવાદ સામુહિક હત્યા : પરિવારના 4 લોકોને રહેંસીને વિનોદ પત્નીના પ્રેમીને મારવા નીકળ્યો હતો