ગુજરાતીની બોલબાલા.... ભારતના 100 શક્તિશાળી લોકોમાં 7 ગુજરાતીઓ, જેમાં એક બાપ-દીકરાની જોડી છે
The India Express most powerful Indians list : ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી બહાર પડેલી દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદી રજૂ કરવામા આવી છે. જેમા ભારે લોકપ્રિયતા સાથે પીએમ મોદી ટોપ પર છે. ત્યારે 7 ગુજરાતીઓએ આ યાદીમાં સ્થાન મેળવ્યુ છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી બહાર પડેલી દેશના 100 સૌથી શક્તિશાળી લોકોનુ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં પીએમ મોદીએ નંબર વનનુ સ્થાન જાળવી રાખ્યુ છે. ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે, આ યાદીમાં 7 ગુજરાતીઓ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે તેઓ દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં પ્રથમ નંબરે બિરાજમાન છે. આ યાદીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, આરોગ્ય મંત્રી મનુસાખ માંડવિયા અને જય શાહના નામ સામેલ છે.
રસપ્રદ વાત તો એ છે કે, આ તમામ શક્તિશાળી અને સફળ ગુજરાતીઓએ ગત 2021 ના વર્ષે પણ યાદીમાં પોતાનુ સ્થાન જાળવી રાખ્યુ હતું. જોકે, આ તમામની લોકપ્રિયતામાં વધારો થયો છે અને તમામનો નંબર આગળ વધ્યો છે. એટલે કે તેમની લોકપ્રિયતામા વધારો થયો છે તેવુ કહી શકાય.
- નરેન્દ્ર મોદી - 1 ક્રમે
- અમિત શાહ - 2 ક્રમે
- મુકેશ અંબાણી - 5 મા ક્રમે
- ગૌતમ અદાણી - 7 મા ક્રમે
- મનસુખ માંડવિયા - 25 મા ક્રમે
- સીઆર પાટીલ - 53 મા ક્રમે
- જય શાહ - 47 મા ક્રમે
પીએમ મોદીની મજબૂત છબી
દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટોપ પર છે. કોરોના મહામારીના કારણે પેદા થયેલા સંકટ અને તેને લઈને રસી મેનેજમેન્ટ, વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મજબૂત થતી સ્થિતિથી પીએમ મોદીની છબી મજબૂત બની છે. આ ઉપરાંત હાલમાં જ યુદ્ધગ્રસ્ત યુક્રેનથી 22000થી વધુ ભારતીયોને એરલિફ્ટ કરીને દેશમાં લાવવામાં પીએમ મોદી સૌથી વાસ્તવિક નેતા તરીકે જોવા મળ્યા.
શક્તિશાળી લોકોમાં ગુજરાતી પિતા-પુત્રની જોડી
આ શક્તિશાળી યાદીમાં એક પિતાપુત્રની જોડી પણ છે. ગૃહમંત્રી અમિત શાહ અને તેમનો દીકરો જય શાહ બંને પાવરફુલ શખ્સિયતોમાં સામેલ છે. તેમાં પણ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહની લોકપ્રિયતા વધી છે. 2019 માં જય શાહે બીસીસીઆઈનો ચાર્જ સંભાળ્યો હતો. ગત 2021 ના વર્ષમાં તેમનો રેન્ક 59 મો હતો, જે આ વર્ષે 2022 માં વધીને 33 પર પહોંચ્યો છે.
ભાજપ પ્રમુખ સીઆર પાટીલનો રેન્ક વધ્યો
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ શક્તિશાળી લોકોની યાદીમાં 53 મા સ્થાને છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપને કપરા ચઢાણ છે, ત્યારે સીઆર પાટીલ તેમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યાં છે. તેમની ગણતરી પીએમ મોદીના ખાસ માણસોમાં થાય છે. હાલ પાટીલ ગુજકારણમાં મોટું સ્થાન ધરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે