Shankar Chaudhary અલકેશ રાવ/બનાસકાંઠા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવનાર શંકર ચૌધરીને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ બનાવાયા છે. ત્યારે શંકર ચૌધરીએ પોતાના મત વિસ્તાર થરાદની મુલાકાત લીધી હતી. જેમાં શંકર ચૌધરીના આકરા તેવર જોવા મળ્યા હતા. તેમણે તોફાની તત્વોને શાન ઠેકાણે લાવવા માટે આકરા શબ્દોનો પ્રયોગ કર્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના આકરા તેવર જોવા મળ્યા હતા. થરાદના દુધવામાં મતવિસ્તારની મુલાકાત અને આભાર દર્શન કરવા દરમિયાન શંકર ચૌધરીએ તોફાની તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યુ હતું કે, કોઈપણ આવારું તત્વો દ્વારા આગેવાન, કાર્યકર્તા કે પછી પ્રજાને તકલીફ પાડી તો કાયદો કાયદાનું કામ કરશે. જો પ્રેમ અને લાગણી રાખશે તેના માટે ચાર વખત નમીશ. પરંતુ જો કોઈ ડાંડાઈ કરશે તો તેને એની જ ભાષામાં જવાબ કાયદો આપશે. અનેક ખોટા અખતરા કરનારા ભૂલથી પણ અખતરા ના કરે ભૂલથી પણ. બાકી જો અખતરો કરે તો જેમ માખી કરડે તો મધપૂડાને પણ અસર કરે જોઈ લેજો.


આ પણ વાંચો : 


મંત્રીઓને ‘નાયક’ બનવાનો ચસ્કો લાગ્યો : 16માંથી આટલા મંત્રીઓ તો પોલીસની જેમ રેડ પાડી


IAS અને ભાજપના નેતાઓને બખ્ખા, G-20 ઉત્સવના બહાને કમાણી કરી લેશે


બાપ રે બાપ... આ સીઝનની સૌથી વધુ ઠંડી આ સપ્તાહમાં પડશે, બુધ-ગુરુ-શુક્રની આગાહી ભયંકર