Ambalal Patel Prediction : રાજ્યમાં હજીપણ કમોસમી વરસાદનો કહેર ઓછો થયો નથી. રાજ્યમાં 28, 29 અને 30 મેના રોજ વરસાદની આગાહી હતી. ત્યારે હવામાન વિભાગે હાલ 10 વાગ્યાથી શરૂ થતા આગામી 3 કલાક માટેની આગાહી કરી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, મોરબીમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. વરસાદની સાથએ પવનની ગતિ પણ 40km પ્રતિ કલાકની રહી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે વરસાદની આગાહી
આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં માવઠાની આગાહી કરી છે. તો અરવલ્લી, સાબરકાંઠા અને પાટણમાં માવઠાની આગાહી છે. મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે. ખેડા અને પંચમહાલમાં પણ માવઠું પડી શકે છે. વડોદરા, ભરૂચ, મોરબી અને કચ્છમાં કમોસમી વરસાદ આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની અસર જોવા મળી રહી છે. 


આ વર્ષનું ચોમાસુ 11 આની રહેશે, પ્રાચીન વિદ્યાના 56 આગાહીકારોએ કરી ચોમાસાની આગાહી


સોમવારે રાજ્યના 28 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તો કચ્છના અંજારમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં વરસાદની આગાહીમાં સતત બીજા દિવસે 10થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. વાત કરીએ સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. રાજકોટના ધોરાજી, જેતપુર અને ગોંડલમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે. લાઠી અને સાવરકુંડલામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તો ભાવનગરના જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. સમગ્ર પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. 


પ્રેમી સાથે દીકરીને જોઈ ગયેલી માતાને દીકરીએ જ મોતને ઘાટ ઉતારી, ઘરના CCTV બંધ કરી ખેલ


અંબાલાલ પટેલની આગાહી, વાવાઝોડું આવશે 
ચોમાસું આવે તે પહેલા જ ગુજરાત પર મોટું સંકટ આવી પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. 7 થી 10 જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણે કરવટ બદલી છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવશે. દેશમાં સત્તાવાર ચોમાસું બેસવાને હજી વાર છે, પરંતુ કમોસમી વરસાદ કનડી રહ્યો છે. આવામાં પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે નવી આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસું 15 જૂનની આસપાસ બેસે તેવી શક્યતા છે. 4 જૂન સુધી પ્રિ મોન્સુન એક્ટિવિટીને કારણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. પરંતુ તે પહેલા ગુજરાતમાં 7 થી 10 જૂન સુધી એક વાવાઝોડું આવવાની શક્યતા છે. જેમાં દરિયામાં ભારે પવન ફૂંકાશે અને અનેક ભાગોને નુકસાન થવાની ભીતિ છે. રોહિણી નક્ષત્રની અસરને કારણે હજી પણ જુનના પ્રથમ સપ્તાહમાં વરસાદ આવશે. સાથે જ વાવાઝોડાનું સંકટ પણ આવી ચઢશે. 


નીતિન પટેલની કારકિર્દી પૂર્ણવિરામ નહિ મૂકાય, લોકસભા ચૂંટણીમાં સોંપાઈ આ મોટી જવાબદારી


રોહિણી નક્ષત્ર પરથી વરસાદની આગાહી કેવી રીતે કરાય છે 
રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છે. 15 દિવસનું નક્ષત્ર હોય છે. રોહિણી નક્ષત્રના પ્રથમ ચરણમાં વરસાદ થાય છે. જે તારીખે રોહિણી નક્ષત્ર બેસે છે. 72 દિવસનું વાયરું ફૂંકાય છે. જેમ-જેમ બીજા પાયા વરસાદ થાય તો એટલા વાયરાના દિવસો ઓછા ગણાય છે. રોહિણી નક્ષત્રના ઉતરતા એટલે 1થી 4 જૂનમાં વરસાદ આવે છે તો ચોમાસું બરાબર આવે છે. રોહિણી નક્ષત્ર પરથી ખબર પડે છે કે, ચોમાસું મોડું બેસવાનું છે અથવા વાયરું ફૂંકાવવાનું છે. રોહિણી બધા દિવસ ગાજવીજ સાથે વરશે તો દોષ રહેતો નથી. રોહિણી નક્ષત્રના શરૂઆતના દિવસોમાં છાટા પડે તો ચોમાસાના સારા સંકેત ગણાય છે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસની સાયકલ બરાબર ચાલે.


એક નેતા મારા કરોડો રૂપિયા ચાઉં કરી ગયા, ભાજપના સાંસદ રામ મોકરિયાના આરોપથી ખળભળાટ