Indore Satta Bazar: ફલોદી બાદ ઈન્દોર સટ્ટા બજારે ગુજરાત માટે કરી આગાહી, ભાજપને ટેન્શન

Satta Market Prediction: મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની અને મિની મુંબઈના ઈન્દોરના સટ્ટા બજારે પણ Lok Sabha Election 2024 Result પહેલાં ભાજપ-કોંગ્રેસ દ્વારા જીતવાની સીટોની આગાહી કરી છે. ઈન્દોર સટ્ટા બજાર ગુજરાતમાં 24થી 25 સીટોની આગાહી કરી રહ્યું છે. 

Indore Satta Bazar: ફલોદી બાદ ઈન્દોર સટ્ટા બજારે ગુજરાત માટે કરી આગાહી, ભાજપને ટેન્શન

Lok Sabha Election 2024 Result Prediction: રાજસ્થાનના ફલોદી સટ્ટા બજાર પછી હવે મધ્ય પ્રદેશના ઈન્દોરના સટ્ટા બજારે લોકસભા ચૂંટણી 2024માં ભાજપ કોંગ્રેસની બેઠકોની આગાહી કરી છે. ઈન્દોર સટ્ટા માર્કેટે મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠકો (mp lok Sabha electon 2024)  તેમજ દેશના ઘણા મોટા રાજ્યોમાં ભાજપ-કોંગ્રેસને મળી રહેલી બેઠકો અંગે આગાહીઓ (bjp-congress seat prediction)કરી છે. ઈન્દોર સટ્ટા બજાર અનુસાર, ભાજપ ઈન્દોર લોકસભા સીટ પર 11 લાખ વોટથી જીત મેળવી રહી છે.

ઇન્દોર સટ્ટા બજારની આગાહી-
ઈન્દોર સટ્ટાબજાર સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, લોકસભા ચૂંટણી 2024માં ભાજપનો હાથ ઉપર રહેશે અને દેશમાં ભાજપ સરકાર બનાવી રહી છે. મધ્યપ્રદેશમાં પણ ભાજપે મોટી જીત નોંધાવી રહી છે. ઈન્દોર સટ્ટા બજાર અનુસાર મધ્યપ્રદેશની 29 બેઠકોમાંથી ભાજપ 27-29 બેઠકો અને કોંગ્રેસ 1-2 બેઠકો જીતી શકે છે. આમ, ભાજપ ઉત્તર પ્રદેશ (યુપી)માં 64-66 બેઠકો, ગુજરાતમાં 24-25 બેઠકો, રાજસ્થાનમાં 24-25 બેઠકો, દિલ્હીમાં 6-7 બેઠકો, પંજાબમાં 2 બેઠકો, તમિલનાડુમાં 3-4 બેઠકો જીતી શકે છે. 

જોકે, ફલોદી સટ્ટા બજારે ગુજરાતમાં ભાજપ 26માંથી 26 સીટો જીતશે તેવી આગાહી કરી છે. રાજકોટ સટ્ટા બજાર પર ભાજપનું પલડું ભારે દેખાડી રહ્યું છે. અહીં ભાજપની તમામ સીટો પરના ભાવ ઉંચા ચાલી રહ્યાં છે. કોંગ્રેસ ગુજરાતમાં 4થી 5 સીટો જીતવાના દાવા કરી રહી છે પણ સટ્ટા બજાર કોંગ્રેસના આ દાવાને સમર્થન આપતું નથી. ભાજપ ઓલરેડી એક સીટ જીતી ચૂકી છે. રાજ્યમાં 25 સીટો પર ચૂંટણી થઈ છે. જેનું રિઝલ્ટ 4 જૂનના રોજ આવવાનું છે.

ઈન્દોર સટ્ટા બજારની વાત કરીએ તો ઈન્દોરનું સરાફા બજાર ગઢ છે જ્યાં મોટાપાયે સટ્ટાબાજી કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈન્દોરના સટ્ટા બજારમાં વાદળોને જોઈને પણ લાખો રૂપિયાની સટ્ટાબાજી કરવામાં આવે છે કે વરસાદ પડશે કે નહીં. અહીં ક્રિકેટ મેચો પર પણ સટ્ટો રમાય છે. દેશમાં 

ફલોદી સટ્ટા બજારે આ આગાહી કરી હતી-
તમને જણાવી દઈએ કે રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પહેલા ભવિષ્યવાણી કરી છે, જે સમગ્ર દેશમાં હેડલાઈન્સ બનાવી રહી છે. ફલોદી સટ્ટા બજારે મધ્યપ્રદેશની લોકસભા સીટોને લઈને ભવિષ્યવાણી કરી છે. 

(નોંધ: અહીં આપેલી માહિતી અખબારો, મીડિયા અહેવાલો અને સટ્ટાબાજીના નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news