Ambalal Patel Prediction : તૈયાર રહેજો, ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે. ઠંડી ગરમીની બેવડી ઋતુ વચ્ચે વરસાદનું આગમન થશે. જોકે, શિયાળામાં આવનાર આ વરસાદ કમોસમી વરસાદ બની રહેશે. આજથી દિવાળીના પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે. લોકોએ ઉત્સવની ઉજવણીની શરૂઆત કરી દીધી છે. કેટલાક ફરવાના પ્લાન બનાવ્યા છે, આવામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે, અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદનો માહોલ રહી શકે છે. આ પાંચ દિવસોમાં ક્યાંકને ક્યાંક છુટાછવાયા તથા હળવા વરસાદની આગાહી છે. ત્યારે આ 8 થી 11નું આ સેશન ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક હશે. 8થી 11 નવેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેલી છે. આ માવઠાથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થશે. આ સાથે તેમણે રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠું થશે તે અંગે જણાવતા કહ્યુ છે કે, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદરના અમુક વિસ્તારો હશે તે વધારે પ્રભાવિત થઇ શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમં માવઠાની તીવ્રતા વધારે રહેશે. આ વિસ્તારોમાં છૂટાછવાયા અને હળવા માવઠા થશે.


અંબાજીનો પ્રસાદ ફરી વિવાદમાં, જેનો કોન્ટ્રાક્ટ રદ કરાયો તેના બોક્સમાં પ્રસાદ પીરસાયો


 હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જેમકે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓ પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વધારે પડતા ઘાટ્ટા વાદળો જોવા મળશે અને ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.


2 દિવસમાં ભાજપના 2 નેતાઓના લેટરબોમ્બ, શિસ્તબદ્ધ પાર્ટીમાં આબરૂના ધજાગરા


ક્યાં ક્યા છે વરસાદની આગાહી
હાલ રાજ્યમાં રાત દરમિયાન ઠંડી હોય છે. પરંતું તમને જણાવી દઈ કે, હાલ ગુજરાતનું વડોદરા શહેર સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શકયતા નહિવત છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન યથાવત રહેશે. જોકે 1 કે 2 ડિગ્રી ફરક આવી શકે છે. હાલમાં રાત્રે 20 ડિગ્રી, જ્યારે કે દિવસે 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાતે સૌથી ઓછું વડોદરામાં18 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદમાં રાતે 20 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં રાતે 18.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ નવેમ્બરમાં તો એટલી ઠંડી નહિ અનુભવાય, પરંતું ડિસેમ્બરમાં ઠંડી લાગી શકે છે. ભેજના કારણે વાદળો અને ધુમ્મસ રહી શકે છે. હાલ વાતાવરણમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેથી ઉત્તર પૂર્વીય પવનના કારણે ખાલી ઠંડીનું વાતાવરણ રહેશે. 


અન્નપૂર્ણા યોજના માટે સરકારનો મોટો નિર્ણય : આ શહેરોમાં શરૂ કરાશે નવા સેન્ટર