Gujarat Cyclone Latest Update : કચ્છ જિલ્લામાં મોડી રાતે વાવાઝોડું ટકરાયુ હતું. ચક્રવાત વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે. જે આજે સાંજ સુધીમાં વાવાઝોડું ડીપ્રેશનમાં ફેરવાઈ જશે. ત્યારે વાવાઝોડાની સ્થિતિએ આગળ શું થશે તે વિશેની માહિતી હવામાન વિભાગે આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ માહિતી આપતા જણાવ્યું કે, વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ ઉત્તર પૂર્વથી સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું. તેણે જખૌ પોર્ટ પાસે રાત્રે 10.30 થી 11.30 વાગ્યા દરમિયાન ક્રોસ કર્યું હતું. રાત્રે 11 વાગ્યાથી 11:30 સુધી તેની લેન્ડ ફોલ પ્રોસેસ રહી હતી. લેન્ડફોલ સમયે 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 140 કિલોમીટર સુધી પવન ફૂંકાયો હતો. જખૌ પોર્ટથી 10 કિલોમીટર દૂર ઉત્તર દિશામાંથી વાવાઝોડું પસાર થયું હતું. વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડ ફોલ 10:30 થી 11:30 સુધી થયું હતું. 


વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાત બાદ હવે રાજસ્થાન પર મોટી ઘાત, જાણો ક્યાં પહોંચ્યુ


કચ્છ પર ત્રાટકેલા વિનાશક વાવાઝોડાના PHOTOs, તોફાની પવને ચારેતરફ નુકસાની વેરી


ક્યાં વરસાદ રહેશે
વાવાઝોડા બાદ વરસાદ પણ રહેશે. આ વિશે ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારથી અતિ ભારે વરસાદ રહેશે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં ભારે વરસાદ રહેશે. કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી હજી પણ છે. પરંતું અમદાવાદમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. હજુ પણ માછીમોરા માટે દરિયો ન ખેડવાના વોર્નિંગ યથાવત છે. તેમજ દરિયાની સ્થિતિ બદલાતા હવે Lcs 3 સિગ્નલ લગાવાશે. આ પહેલા ગ્રેડ લાઈન 9 અને ગ્રેડ લાઈન 10 સિગ્નલ આપવામાં આવ્યું હતું, જે હટાવી લેવાની સૂચના અપાઈ છે. Lcs 3 સિગ્નલનો મતલબ હજુ પણ પૂર આવવાની શક્યતા રહેલી છે. 


દ્વારકાધીશ અને ભોળાનાથે ગુજરાતની કરી રક્ષા, નબળું પડ્યું શક્તિશાળી વાવાઝોડું બિપરજોય


50 કિમી ફેલાયેલી હતી વાવાઝોડાની આંખ 
તેમણે કહ્યું કે, હાલ વાવાઝોડાની આઈ દેખાઈ નથી રહી. પરંતું લેન્ડફોલ સમયે જ્યારે આઈ દેખાતી હતી ત્યારે તે 50 કિલોમીટરમાં ફેલાયેલી હતી. આજે પૂરું વાવાઝોડું પૂર્ણ નહીં થાય. પરંતુ સાંજે અથવા તો આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થશે તેવી શક્યતા છે. વાવાઝોડા દરમિયાન સૌથી વધુ ગાંધીધામમાં 67 cm વરસાદ નોંધાયો.


બિપરજોયે ગુજરાતમાં મચાવ્યો કહેર, 940 ગામડાઓમાં વીજળી ગૂલ, 22 લોકો ઘાયલ