Ambalal Patel Prediction : હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈને લેટેસ્ટ અપડેટ આપ્યા છે. જે મુજબ, 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ટકરાશે. આ સાથે 130 થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે. વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરવા આજે રાજ્યના મુખ્ય સચિવે અધિકારીઓ સાથે બેઠક કરી. જે બાદ આર્મી, એરફોર્સ અને નેવી એટલે કે સેનાની ત્રણેય પાંખો અને કોસ્ટ ગાર્ડના તમામ યુનિટ અલર્ટ પર મુકવામાં આવ્યા છે. કચ્છમાં આર્મીની 3 કોલમ અલર્ટ પર મુકવામાં આવી છે. સાથે જ કચ્છના એરબેઝને અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. મુખ્ય સચિવ કેન્દ્રીય એજન્સીઓના સતત સંપર્કમાં રહી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બપોરે બેઠક કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં બેઠક બાદ હવામાન વિભાગના મનોરમા મોહંતીએ માહિતી આપતા કહ્યું કે, 15 મી એ સાંજે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચે લેન્ડ ફોલ થશે. 130 થી 135 કિમી પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે પડશે. 16 મી સુધી માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે. સાઈકલોનની અસર આખા ગુજરાતમાં થશે. ગઈ કાલે રાત બાદ સાયકલોન વેરી સિરિયસ જોવા મળી રહ્યું છે. સાયકલોન દ્વારકાથી હાલ 290 કિમી દૂર છે. જે 15 જૂને માંડવીથી કરાંચીની વચ્ચે પસાર થશે. જખૌથી 125 થી 135 ની પ્રતિકલાકની સ્પીડે સાઈક્લોન પસાર થશે.


વાવાઝોડા વચ્ચે કોસ્ટગાર્ડ બન્યું સંકટમોચક, મધદરિયે ફસાયેલા 50 લોકોનો જીવ બચાવ્યો


દ્વારકા મંદિરમાં વાવાઝોડાને કારણે આજે નહિ ચઢાવાય ધજા, ધજાને પ્રસાદ રૂપે ધરાવાશે


આગામી 5 દિવસ દીવ-દમણ કે દ્વારકા-સોમનાથના પ્રવાસે ન જતા, નહિ તો બરાબરના ફસાશો