ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળા યુવરાજ સુંવાળા સહિતના ટોળા વિરુદ્ધ ઓઢાવ પોલીસ સ્ટેશન ના ફરિયાદ નોંધાઇ હતી વિજય સુંવાળા અને તેના ભાઈ યુવરાજ સુંવાળા સામે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી. વિજય સુવાળા, ભાઈ યુવરાજ સુંવાળા સહિત 30થી વધુ લોકોના ટોળાએ જમીન દલાલ અને ભીજેપી માં સક્રિય એવા દિનેશ રબારીની ઓફિસે હથિયાર સાથે જઈને અને ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી ઓ આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 7 દિવસ ગુજરાતમાં મેઘતાંડવ; 'વરસાદી મેપ' દ્વારા જાણો ક્યાં કેવો પડશે ભારે વરસાદ


આ મામલે ઓઢવ પોલીસ મથકે બીજેપી માં સક્રિય જમીન દલાલ દિનેશ દેસાઈએ ફરિયાદ નોંધાવી હતી વર્ષ 2020થી ચાલી રહેલા મનદુઃખને લઈ મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરી ધમકી ઓ આપતા હતા. તેવામાં 18મી ઓગસ્ટ ના  વિજય સુંવાળા સહિતના આરોપીઓ ફરિયાદીની ઓફિસે લાકડી ઓ અને ધોકા પાઇપ સાથે પહોંચ્યા હતા અને ફોન પર ધમકી ઓ આપી હતી. જે સમગ્ર ઘટના પણ સીટી ટીવીમાં કેદ થઇ હતી. જેને લઈને ઓઢવ પોલીસે ધાકધમકી ગેરકાયદેસર મંડળી બનાવી હથિયાર સહીત ની કલમો સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 


વડોદરા આર્મીના હવાલે! ભારે વરસાદે કર્યું વેરણછેરણ! NDRF-SDRF અને આર્મીની ટીમો પહોંચી


જેમાં બુધવાર ને 28 ની ઓગસ્ટ ના વિજય સુંવાળા સહિત સાત આરોપી એ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે શરણાગતિ સ્વીકારી હતી જેમાં વિજય સુંવાળા યુવરાજ  સુંવાળા , રાજેશ ધરમશી રબારી, વિક્રમ સવજી રબારી , જયેશ મગન દેસાઈ, દિલીપ અમરત જિણાજી ,હિરેન  વાળંદ ની સમાવેશ થવા પામ્યો છે ત્યારે ઓઢવ પોલીસે વિજય સુંવાળા સહિતના આરોપીઓની ધરપકડ કરીને કાયદેસર ની કાર્યવાહી કરી છે. ઓઢવ પોલીસમાં નોંધાયેલ ફરિયાદની કલમો જમીન પાત્રો હોવાથી બુધવારની સાંજ સુધીમાં તમામ આરોપીઓને જામીન પર પોલીસ સ્ટેશન છોડવામાં આવશે.