National Film Awards 2023: આજે 69મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ફિલ્મોની ભારે બોલબાલા રહી છે. 69મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મોને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 4 ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સ્થાન મળ્યું છે. ગુજરાતી ભાષા દિવસે ગુજરાતીઓને આ સિદ્ધિ મળતા ફિલ્મ જગતની ખુશી બમણી થઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ISKCON Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને કોર્ટે આપ્યો ઝટકો


છેલ્લો શોને એવોર્ડ
પાન નલીનની ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. છેલ્લો શો ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળતા ગુજરાતીઓ ગદગદ થયા છે.


સોશિયલ મીડિયાથી દૂર રહેજો! આ જિલ્લામાં છેલ્લા 10 મહિનામાં 63 લાખનું ચિટિંગ, તો...


બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શન
ફિલ્મમેકર નેમિલ શાહની ગુજરાતી ફિલ્મ 'દાળ ભાત'ને આ વર્ષની બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શનનો ખાસ એવોર્ડ મળ્યો છે. 


બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ - ગાંધી એન્ડ કંપની
'ગાંધી એન્ડ કંપની'ને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. જેને સ્વર્ણ કમળ અને 1 લાખ 50 હજારનું ઈનામ આપવામાં આવ્યું હતું.


આનંદો! ગુજરાતની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી પડી, આટલો મળશે પગાર


આ ઉપરાંત 'પંચિકા'ને બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઓફ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. તો બીજી તરફ દાળભાત ફિલ્મને બેસ્ટ શોર્ટ ફિક્સન ફિલ્મ એવોર્ડનો એવોર્ડ મળ્યો છે. આ અંગે ગુજરાતી અભિનેત્રી નિલમ પંચાલે છેલ્લો શો ફિલ્મની ટીમને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા.


રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જાહેર, અલ્લૂ અર્જુન બેસ્ટ એક્ટર, આલિયા બેસ્ટ અભિનેત્રી


આ ગુજરાતી ફિલ્મને મળ્યો એવોર્ડ
બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ પેન નલિનનાં ડાયરેક્શનમાં બની' ધ છેલ્લો શૉ'ને મળ્યો છે. તેને જુગાડ મોશન પિક્ચર્સે પ્રોડ્યૂસ કર્યું હતું. નોન ફીચર સ્પેશિયલ મેંશન કેટેગરીમાં કુલ 4 ફિલ્મોને સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં અનિરૂદ્ધ જાટકરની બાલે બંગારા, શ્રીકાંત દવેની કારુવરાઈ, સ્વેતા કુમાર દાસની ધ હીલિંગ ટચ અને રામ કમલ મુખર્જીની એક દુઆ સામેલ છે.


ગજકેસરી રાજયોગથી આ 5 જાતકોની ભરાશે તિજોરી, કરિયરમાં મળશે મોટી સફળતા


અહીં જુઓ વિનર્સનું લિસ્ટ


  • શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - રોકેટ્રી - ધ નામ્બી ઈફેક્ટ્સ

  • શ્રેષ્ઠ અભિનેતા - અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝ)

  • શ્રેષ્ઠ દિગ્દર્શન - નિખિલ મહાજન (મરાઠી ફિલ્મ) ગોદાવરી

  • શ્રેષ્ઠ અભિનેત્રી - આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) કૃતિ સેનન (મિમી)

  • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - પલ્લવી જોશી (કાશ્મીર ફાઇલ્સ)

  • શ્રેષ્ઠ સહાયક અભિનેતા - પંકજ ત્રિપાઠી (મિમી)

  • શ્રેષ્ઠ સંગીત નિર્દેશન - પુષ્પા અને આર.આર

  • શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનર - સરદાર ઉધમ સિંહ

  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - સરદાર ઉધમ સિંહ

  • શ્રેષ્ઠ સંપાદન - ગંગુબાઈ કાઠિયાવાડી

  • શ્રેષ્ઠ કોરિયોગ્રાફી - આર.આર

  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી - સરદાર સિંહ

  • શ્રેષ્ઠ પુરૂષ ગાયક - કાલ ભૈરવ (RRR)