• મૂળ ગણદેશીના રવિન્દ્ર વશીનો દીકરો મેહુલ વશી વર્ષોથી પોતાના પરિવાર સાથે જ્યોર્જિયાના ઓગસ્ટા ઈવાન્સમાં રહે છે

  • મોટેલ રિનોવેશ જેવી નજીવી બાબતે એક અશ્ચેત યુવક સાથે તેમની બોલાચાલી થઈ હતી


સ્નેહલ પટેલ/નવસારી :અમેરિકામાં ગુજરાતીઓના મોતનો સિલસિલો ક્યારે અટકશે. ત્યારે વધુ એક ગુજરાતીની અમેરિકામા હત્યાનો બનાવ બન્યો છે. નવસારીના ગણદેવીના યુવાનની અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. 52 વર્ષીય મેહુલ વશીની અશ્વેત યુવક દ્વારા નિર્દયી રીતે હત્યા કરાઈ છે. મોટેલના રિનોવેશન જેવી નજીવી બાબતે બોલાચાલી થતા અશ્વેત યુવાને મેહુલ વશીની હત્યા કરતા ચકચાર મચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાતમાં આ તારીખથી ખૂલશે સ્કૂલો, લોકડાઉન બાદની સૌથી મોટી જાહેરાત


મૂળ ગણદેશીના રવિન્દ્ર વશીનો દીકરો મેહુલ વશી વર્ષોથી પોતાના પરિવાર સાથે જ્યોર્જિયાના ઓગસ્ટા ઈવાન્સમાં રહે છે. રવિન્દ્ર વશી બીલીમોરા હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક હતા. મેહુશ વશીના પરિવારમાં પત્ની અને બે દીકરી છે. તેઓ એટલાન્ટાના રેડ મોટેલમાં જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા. ત્યારે મોટેલ રિનોવેશ જેવી નજીવી બાબતે એક અશ્ચેત યુવક સાથે તેમની બોલાચાલી થઈ હતી. ત્યારે અશ્વેત યુવકે તેમની ગળુ દાબીને હત્યા કરી હતી. એટલુ જ નહિ, આ અશ્વેત યુવકે મેહુલ વશીની જગ્યાએ રાત્રિની ફરજ પર આવેલા કર્મીએ મેહુલને ફોન કરીને એ ક્યાં છે એવું પૂછ્યું ત્યારે વળતા મેસેજમાં મેં તેને મારી નાખ્યો એવો જવાબ આપ્યો હતો.


આ પણ વાંચો : શું ગુજરાતમાં દબાતા પગે બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ? તાપીમાં 2 હજાર દેશી મરઘાના મોત 



આ હત્યાથી નવસારીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તેમના પરિવારજનો તથા સંબંધીઓમાં શોક વ્યાપી ગયો હતો. તેઓએ હત્યારાને પકડી લેવા માંગણી કરી છે. તો જ્યોર્જિયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કીર હતી. મેહુલભાઈની પત્ની હેતલ એટલાન્ટાની એક ફેક્ટરીમાં જોબ કરે છે અને પોતાનું બ્યૂટીપાર્લર ચલાવે છે. મોટી દીકરી આરોહી અને નાની દીકરી બીર્વા અભ્યાસ કરે છે. મેહુલ વશીના મોતથી તેમના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો.