Canada News : અમેરિકા, આફ્રિકા બાદ હવે કેનેડાની ધરતી ગુજરાતીઓ માટે સલામત રહી નથી. છેલ્લા કેટલાય દિવસોથી વિદેશની ધરતી પર ભારતીયોના મોતના સમાચાર આવી રહ્યાં છે. ત્યારે વધુ એક ગુજરાતી યુવકનું કેનેડામાં મોત થયું છે. હજી 9 મહિના પહેલા જ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયેલા યુવકનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે. યુવક ગાંધીનગર પાસેના દહેગામનો વતની હતો. તેના મોતના સમાચારથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, દહેગામના શિયાવાડા ગામનો યુવક મિત હજી 9 મહિના પહેલા જ કેનેડા ગયો હતો. તે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો, અને ત્યાં રહીને અભ્યાસ કરતો હતો. તે બ્રેટમન સિટીમાં રહેતો હતો અને વોલમાર્ટમાં નોકરી કરતો હતો. મિત ઘરેથી વોલમાર્ટમાં નોકરી પર જવા નીકળ્યો હતો અને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક ટ્રકે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મિતનું મોત નિપજ્યું હતું. 


વરસાદની આગાહી : ગુજરાતના 12 જિલ્લાઓમાં આજે વીજળીના કડાકા સાથે વરસાદ આવશે


મિતના મોતથી શિયાગામમાં માતમ છવાયો છે. એકના એક દીકરાના મોતના સમાચાર આપતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. 


ઉલ્લેખનીય છે કે, લાખો રૂપિયા ખર્ચીને વિદેશમાં ડોલર કમાવવા માટે મોકલતા માતાપિતા હવે ટેન્શનમાં આવી ગયા છે. વિદેશની ધરતી હવે ભારતીયો માટે સલામત રહી નથી. અમેરિકામાં પણ વર્ષ 2024 માં અનેક ભારતીય યુવકોના મોતના ખબર આવ્યા છે. 


આ વર્ષે માર્કેટમાં મોંઘી મળશે કેરી! ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતોએ આપ્યા ખરાબ સમાચાર