હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં કોરોના (Coronavirus) ને  કારણે સ્થિતિ દિવસેને દિવસે તંગ બની રહી છે. ગુજરાતમાં નવા કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાત હજુ બીજા સ્ટેજમાં છે. પરંતુ ગુજરાત માટે સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે, ગુજરાતના હોટસ્પોટ વિસ્તારો stage 2ના એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયાં છે. ગુજરાતના આ હોટસ્પોટ વિસ્તારોમાં કોરોના કોમ્યુનિટી ટ્રાન્સફર થવાની દહેશત છે.  કોરોનાને લઈ ગુજરાત માટે ગંભીર સમાચાર એ છે કે, કેટલાક વિસ્તાર એડવાન્સ સ્ટેજમાં હોવાનું સામે આવ્યું છે. બીજા સ્ટેજથી એક કદમ આગળ કેટલાક વિસ્તાર હોટસ્પોટ વિસ્તારમાંથી આવતા કેસ એડવાન્સના આવે છે. હાલ ગુજરાતમાં 15 જેટલા કોરોનાના હોટસ્પોટ વિસ્તારો છે, જેમાં ગુજરાતના ચાર મોટા શહેરો છે. 


Breaking : હવે ગુજરાત સરકાર દિવસમાં એક જ વાર કોરોનાના નવા કેસના અપડેટ આપશે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિરાશાજનક સમાચાર : MLA ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો 

તો બીજી તરફ, રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ પણ મૂંઝવણમાં હોય તેવુ લાગે છે. થોડા સમય પહેલા આરોગ્ય વિભાગ કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 5000 ટેસ્ટીંગની કેપેસિટી વિકસાવાય તેવુ પ્લાનિંગ ચાલી રહ્યું છે. પરંતુ હાલ 3000 ટેસ્ટીંગની કેપેસિટી બતાવે છે. આ પહેલા 4100થી વધુ ટેસ્ટીંગ કરાયા હતા. ત્યારે હવે ટેસ્ટીંગમાં ઘટાડો થયો હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ, હોટસ્પોટમાં ટેસ્ટીંગ વધ્યા તેથી નવા કેસ સામે આવ્યા છે. તો આ સાથે જ નવા કેસમાં 80 ટકા દર્દી કોરોનાના લક્ષણો વગરના છે. ટેસ્ટીંગ ઓછા કરાશે તો લક્ષણ વગરના દર્દી સામે નહિ આવે. આમ સાયલન્ટલી કોરોના આગળ વધશે. આમ, આરોગ્ય વિભાગ ટેસ્ટીંગ વધારવાને બદલે ઘટાડવાની વાત કરી રહ્યું છે. હાલ કોરોનાના અસરગ્રસ્ત વિસ્તારોમાં જે સંપૂર્ણ ગુજરાતનું જે ચિત્ર છે તે હોટસ્પોટમાંથી આવે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર