Breaking : હવે ગુજરાત સરકાર દિવસમાં એક જ વાર કોરોનાના નવા કેસના અપડેટ આપશે
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી કે, ગુજરાતમાં નવા કેસ વિશેની આંકડાકીય માહિતી દિવસમાં એક જ વખત સાંજે ૬ વાગ્યા સુધીના રાતની પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે. જેથી હવેથી દિવસમાં એક જ વાર કોરોનાના નવા કેસના અપડેટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, મૃત્યુના પ્રમાણમાં મોટાભાગના કેસોમાં અન્ય બીમારીઓ વધારે હોવાની વાત સામે આવી છે. સરકાર પારદર્શિતાથી મૃત્યુનો આંકડો બતાવે છે. કરજણ તાલુકાના ગોવિંદભાઈ નામના દર્દી શ્વાસ અને કફની તકલીફ સાથે દાખલ કરાયા હતા. તેમને પહેલેથી જ શ્વાસની તકલીફ હતી. મોટા ૉભાગના લોકો અન્ય ગંભીર બિમારીથી પીડાતા હોય છે. ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓ હોય તો ખૂબ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી કે, ગુજરાતમાં કોરોનાના (Corona virus)ના નવા કેસ વિશેની આંકડાકીય માહિતી દિવસમાં એક જ વખત સાંજે ૬ વાગ્યા સુધીના રાતની પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે. જેથી હવેથી દિવસમાં એક જ વાર કોરોનાના નવા કેસના અપડેટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, મૃત્યુના પ્રમાણમાં મોટાભાગના કેસોમાં અન્ય બીમારીઓ વધારે હોવાની વાત સામે આવી છે. સરકાર પારદર્શિતાથી મૃત્યુનો આંકડો બતાવે છે. કરજણ તાલુકાના ગોવિંદભાઈ નામના દર્દી શ્વાસ અને કફની તકલીફ સાથે દાખલ કરાયા હતા. તેમને પહેલેથી જ શ્વાસની તકલીફ હતી. મોટા ૉભાગના લોકો અન્ય ગંભીર બિમારીથી પીડાતા હોય છે. ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓ હોય તો ખૂબ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે, ગુજરાત હજુ બીજા સ્ટેજમાં છે. હોટસ્પોટમાં સ્ટેજ 2 ના એડવાન્સ સ્ટેજમાં છે.
તેમણે જણાવ્યું કે, કોરોનાના 67 જેટલા લોકોના મૃત્યુ થયા હતા, જેમાથી 60 જેટલા લોકોના મોતને કોઈને કોઈ ગંભીર બીમારી હતી. પહેલેથી ગંભીર બીમારીથી પીડાતા લોકોની રોગપ્રતિકારક શક્તિ હોય છે. આવામાં કોવિડ ઈન્ફેક્શન આવે તો પરિસ્થિતિ અલગ બને છે. મોટી ઉંમરના અને ગંભીર બીમારીવાળા લોકો, હાઈ બીપી ધરાવતા લોકો મૃત્યુ પામે છે, તો એવુ માનીએ છીએ કે કોરોનાથી મોત થયા છે. પરંતુ મૂળ બીમારીને કારણે પણ તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. દર્દીઓની રિકવરી ઓછી હોવાના મુદ્દા ઉપર આરોગ્ય સચિવે મહત્વનું નિવેદન આપતા કહ્યુ કે, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે દર્દીઓની રિકવરી ઓછી થઈ રહી છે. તેથી લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. આ માટે આયુર્વેદિક ઉકાળાથી માંડીને અન્ય ઉપાયો કરવામાં આવી રહ્યા છે.
આપણી કેપેસિટી રોજના 3000ની ટેસ્ટની હતી, એ મુજબ જ કામ કરીશું. 2500 ટેસ્ટ અલગ અલગ વિસ્તારોમાંથી લેવામાં આવશે અને 500 ટેસ્ટિંગ ક્વોરેન્ટાઈન જે તેઓના કરવામાં આવશે. ટેસ્ટના પ્રમાણમાં સરકારે કોઈ ઘટાડો કર્યો નથી. સાથે જ આજ થી એન્ટિબોડી રેપીટ ટેસ્ટ શરૂ કરવામાં આવશે.
સાથે જ તેમણે સુરક્ષા રાખવા મુદ્દે કહ્યું કે, લોકોએ શાકભાજી લેવાની જ હોય, પણ ત્રણ દિવસે કે ચાર દિવસે એક સાથે શાકભાજી લેવી જોઈએ. શાકભાજીવાળાઓ માટે પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. શાકભાજી લીધા પછી તાત્કાલિક હાથ ધોવા અને સેનેટાઈઝ કરવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે