નિરાશાજનક સમાચાર : MLA ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા (Imran Khedawala) નો કોરોનાનો બીજો રિપોર્ટ પણ આવી ગયો છે. ગત મોડી રાતે બીજો રિપોર્ટ આવ્યો છે, જે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. અગાઉ 14 એપ્રિલે પ્રથમ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે હવે વે 26 એપ્રિલના રોજ ઈમરાન ખેડાવાલાનો ત્રીજો ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખેડાવાલાનો કોરોના (corona virus) રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ગયા હતા. જેમની સાથે કોંગ્રેસના બીજા બે ધારાસભ્યો પણ હતા, જેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા (Imran Khedawala) નો કોરોનાનો બીજો રિપોર્ટ પણ આવી ગયો છે. ગત મોડી રાતે બીજો રિપોર્ટ આવ્યો છે, જે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. અગાઉ 14 એપ્રિલે પ્રથમ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે હવે વે 26 એપ્રિલના રોજ ઈમરાન ખેડાવાલાનો ત્રીજો ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખેડાવાલાનો કોરોના (corona virus) રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ગયા હતા. જેમની સાથે કોંગ્રેસના બીજા બે ધારાસભ્યો પણ હતા, જેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિત કોંગ્રેસના ત્રણ નેતાઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં અમદાવાદના કોર્પોરેટર બદરુદ્દીન શેખ પણ સામેલ છે. તેઓ વેન્ટિલેટર પર અને ક્રિટીકલ હોવાનું સામે આવ્યું હતું. જેના બાદ તેમના જમાઈ સમીર શેખે ખુલાસો કર્યો હતો કે, યેનકેન પ્રકારે તેમની સ્થિતિને લઈને અફવાઓ ચાલી રહી છે. તેમની પરિસ્થિતિને લઈને જે પણ સમાચાર હશે તેની જાણ સૌથી પહેલા મને બદરુદ્દીન શેખની તબિયત અત્યારે સ્થિર છે. તેમના માટે દુઆ કરવા વિનંતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે