ગાંધીનગર : વર્ષ 1986 અને 1987ની બેચના ચાર આઇપીએસ અધિકારીઓને (IPS) સરકારી આગામી દિવસોમાં બઢતી આપીને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ની બઢતી આપવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) ના ઇન્ચાર્જ વડા અને 1986ની બેચના અધિકારી કેશવકુમાર, એડિશનલ DGP રિફોર્મ્સ વિનોદ મલ, જ્યારે 1987 વર્ષનાં બેચના CID ક્રાઇમના વડા સંજય શ્રીવાસ્તવ અને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ અગેન્સ્ટ ST/SC વડા કમલકુમાર ઓઝાને DGP કક્ષાની બઢતી આપવા માટે DPC માં મંજૂરી આપી દેવામાં આવી હોવાની માહિતી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: ઇન્જેક્શન માટે કોરોનાગ્રસ્ત દર્દીનાં સગાના ધરણા, કલેક્ટરે કમિટીની રચના કરી


આગામી દિવસોમાં તેઓના DGP કક્ષાના અધિકારીઓ તરીકેનો ઓર્ડર ટુંક જ સમયમાં થાય તેવી શક્યતા છે. આ અંગેની પ્રક્રિયા પણ સરકાર દ્વારા ચાલુ કરી દેવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે હજી હાલ તમામ આ અટકળો છે. તેના પર કોઇ પણ પ્રકારનું અધિકારીક નિવેદન આવ્યું નથી. જેથી અધિકારીક રીતે કોઇ ટિપ્પણી ન કરવામાં આવે ત્યાં સુધી માત્ર અટકળો જ માની શકાય.


Gujarat Corona Update : એક જ દિવસમાં 861 નવા કેસ, 429 લોકો રિકવર થયા


એડિશનલ DG સહિત 13 અધિકારીઓની બઢતી
રાજ્યનાં પોલી વિભાગમાં ખુબ જ મહત્વનાં ગણાતા ATS, IB, લો એન્ડ ઓર્ડર અને JCP (સુરત) કક્ષાનાં મહત્વનાં પદ ઇન્ચાર્જ પર ચાલી રહી છે. એડિશનલ DG સહિત 13 અધિકારીઓને બઢતી આપવામાં આવે. ચાલુ માસના અંતે DGP શિવાનંદ ઝાનુ એક્સ્ટેન્શન પુર્ણ થતા નવા DGP ની જાહેરાત સાથે અથવા પહેલી બઢતીનો ઓર્ડર થઇ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર