સુરત: ઇન્જેક્શન માટે કોરોનાગ્રસ્ત દર્દીનાં સગાના ધરણા, કલેક્ટરે કમિટીની રચના કરી
Trending Photos
સુરત : શહેરના કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા કુદકેને ભુસ્કે વધી રહી છે. બીજી તરફ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર યોગ્ય રીતે નહી થતી હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે. સારવાર માટે વપરાતા મેડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના દર્દીઓને પણ આ ઇન્જેક્શન લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે જવું પડે છે. જો કે ઇન્જેક્શનની અછત હોવાના કારણે સિવિલમાં પણ ખુબ જ જરૂર હોય તો જ ઇન્જેક્શન અપાય છે. જેથી ઇન્જેક્શન લેવા માટે આવેલા દર્દીઓનાં સગાએ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ઓફીસની બહાર ધરણા પર બેસી ગયા હતા.
ઇન્જેક્શનની માંગ સાથે દર્દીઓનાં સગાના ધરણા
બીજી તરફ ઇન્જેક્શન કૌભાંડ બહાર આવવાને કારણે પુરવઠ્ઠા વિભાગ દ્વારા પણ દરોડા પાડીને ઇન્જેક્શન કોભાંડનો પર્દાફાશ કરાતા હવે વધારે કડક કાર્યવાહી થઇ રહી છે. તેવામાં કોરોનાગ્રસ્ત દર્દીનાં પરિવાર દ્વારા ધરણા ચાલુ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે સરકાર માટે પણ મોટી મુશ્કેલી પેદા થઇ ગઇ છે.
ઇન્જેક્શન મુદ્દે કલેક્ટરે કમિટીની રચના કરી
જેથી સરકાર દ્વારા વચગાળાનો રસ્તો કાઢવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા ઇન્જેક્શન દરેક જરૂરિયાતમંદ દર્દીને મળી રહે તે માટે એખ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં ડો. સમીર ગામી, ડો.અલ્પેશ પરમાર, ડો દિપક શુક્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા એક મેઇલ એડ્રેસ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દરેક ખાનગી હોસ્પિટલે દર્દીની હિસ્ટ્રી સાથેનો ઇન્જેક્શન માંગતોમેઇલ કરવાનો રહેશે. ડોક્ટર જરૂરિયાતવાળા દર્દીને સૌપ્રથમ ઇન્જેક્શન ફાળવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે