ગુજરાતની તમામ RTO આજથી શરૂ થઈ, કન્ટેઈનમેન્ટ એરિયાના લોકોને એપાઈન્ટમેન્ટ નહિ મળે
આજથી ગુજરાતની તમામ આરટીઓ (rto) કચેરી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. અનલોક 1 મા રાજયની આરટીઓ કચેરીઓ ફરી ધમધમતી થઈ છે. આજતી આરટીઓ કચેરીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થયું છે. લોકડાઉન બાદ આરટીઓ કચેરીમા માત્ર ફેસલેસ કામગીરી જ ચાલુ રખાઇ હતી. આરટીઓ કચેરીમા સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના સંક્રમણ ન વઘે તેનુ ધ્યાન રાખવું પડશે. ગોળ સર્કલનો ઉપયોગ હેન્ડ સેનિટાઇઝર અને થર્મલ સ્કેનિગનો ઉપયોગ કરવાનો રહેશે. એપોઇમેન્ટનાં આધારે જ કચેરીમા પ્રવેશ અપાશે. રાજ્યનાં કન્ટેઈનમેન્ટ એરિયામાં આવતા લોકોને એપાઈન્ટમેન્ટ નહિ મળે.
ઝી મીડિયા/બ્યૂરો :આજથી ગુજરાતની તમામ આરટીઓ (rto) કચેરી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. અનલોક 1 મા રાજયની આરટીઓ કચેરીઓ ફરી ધમધમતી થઈ છે. આજતી આરટીઓ કચેરીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થયું છે. લોકડાઉન બાદ આરટીઓ કચેરીમા માત્ર ફેસલેસ કામગીરી જ ચાલુ રખાઇ હતી. આરટીઓ કચેરીમા સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના સંક્રમણ ન વઘે તેનુ ધ્યાન રાખવું પડશે. ગોળ સર્કલનો ઉપયોગ હેન્ડ સેનિટાઇઝર અને થર્મલ સ્કેનિગનો ઉપયોગ કરવાનો રહેશે. એપોઇમેન્ટનાં આધારે જ કચેરીમા પ્રવેશ અપાશે. રાજ્યનાં કન્ટેઈનમેન્ટ એરિયામાં આવતા લોકોને એપાઈન્ટમેન્ટ નહિ મળે.
મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી
કામગીરી પહેલાં અમદાવાદ rto કચેરી સેનેટાઇઝ કરાઈ
અમદાવાદમાં આરટીઓ કચેરી આજથી ફરી શરૂ થઈ છે. rto ને લગતી તમામ કામગીરી શરૂ કરવામાં આવી છે. 100 ટકા સ્ટાફ સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. એપોઇન્ટમેન્ટના આધારે પાકા લાઇસન્સ અને અન્ય કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે કામગીરી શરૂ થયા તે પહેલાં rto કચેરીને સેનેટાઇઝ કરવાંમાં આવી હતી. આજથી લાઇસન્સના ટેસ્ટની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
ભારતમાં અલગ પ્રકારનો કોરોના વાયરસ શોધાયો, લક્ષણો પણ સાવ નોખા નીકળ્યા
8મીએ ખૂલશે કચ્છના પ્રખ્યાત માતાના મઢના દરવાજા, આરતીમાં પૂજારી સિવાય કોઈને પ્રવેશ નહિ
સાબરકાંઠા જિલ્લામાં આજથી વાહન વ્યવહાર કચેરી પુનઃ શરુ થઈ છે. કોરોનાને લઈને લોકડાઉન બાદ આજથી આરટીઓ ઓફિસ શરૂ થઈ છે. RTO કચેરીના પ્રવેશદ્વારા પર અરજદારનું તાપમાન માપી સેનેટાઈઝ કર્યા બાદ પ્રવેશ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કચેરીએ જાહેર કર્યું કે, ડ્રાઈવિંગ ટેસ્ટ સવારે ૯ થી સાંજના ૬ સુધી ચાલુ રહેશે. જેમાં માત્ર અરજદારોને જ પ્રવેશ આપવામાં આવશે. ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસની કામગીરી 8 જુનથી જિલ્લા અને તાલુકા કક્ષાથી શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર