ઝી બ્યુરો/અમદાવાદ: કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ભરબપોરે કોઈ બહાર નીકળી નથી રહ્યું. ગુજરાતના આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. સૌ કોઈ આ આકરા તાપથી પરેશાન છે. ત્યાં ગુજરાતીઓ જેની આખુ વર્ષ આતુરતાથી રાહ જુવે છે તે ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું છે. અલગ અલગ કેરીઓ બજારમાં આવતા સ્વાદના શોખીનો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જો કે આકરાના તાપની માફક કેરીનો પણ હાલ આકરો જોવા મળી રહ્યો છે. ત્યારે ફળોના રાજાના આગમન પર ખાસ અહેવાલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાલચોળ રાજપૂતોની આગ શું ભાજપને દઝાડશે? કેટલા જિલ્લામાં પહોંચ્યો રૂપાલા સામે વિરોધ


  • ગુજરાતીઓનું ગૌરવ અને સૌરાષ્ટ્રની શાન કેસર કેરી!

  • સ્વાદના શોખીનોનો શોખ એટલે કેસર કેરી

  • ફળોના રાજા કેરીની અલગ અલગ જાતનું આગમન

  • કાળઝાળ ગરમીમાં કેરીના પણ જોવા મળ્યા આકરા

  • અમદાવાદમાં આવી ગઈ હાફુસ, કેસર, બદામ અને સુંદરી


Opinion Poll: શું ગુજરાતમાં ત્રીજીવાર ક્લીન સ્વીપ કરશે ભાજપ? જાણો શું છે જનતાનો મત


ગુજરાતમાં કદાચ એવી કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જેને કેરીનો સ્વાદ પસંદ ન હોય. કોઈ કાપીને તો કોઈ ગોળીને. તો કોઈ તેનો રસ કાઢીને ખાય છે. પરંતુ કેરી તો ખાય જ છે. હાલ ગુજરાતના આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. જેના કારણે સૌ કોઈ પરેશાન છે. પરંતુ કેરીનું આગમન થતાં સ્વાદના શોખીનોને થોડી રાહત થઈ છે. જો કે અમદાવાદના બજારમાં કેરીનું આગમન તો થયું છે પરંતુ આકરા તાપની માફક કેરીના પણ આકરા જોવા મળી રહ્યા છે. અમદાવાદના બજારમાં હાલ હાફુસ, કેસર, બદામ અને સુંદરી કેરી નજરે પડવા લાગી છે. જેનો ભાવ પણ અલગ અલગ જોવા મળી રહ્યો છે. 


લોકસભામાં 5 લાખનો રેકોર્ડ કે કોંગ્રેસ કરશે કોઈ કમાલ? શું 2009 જેવું થશે પુનરાવર્તન


ફળોના રાજા કેરીનું અમદાવાદમાં આગમન થયું છે. આ કેરીના ભાવ પણ તમે જાણી લો તો હાફુસ ડઝન કેરીનો ભાવ 900 રૂપિયા છે, કેસર કેરીની પેટીનો ભાવ પણ 900 રૂપિયા છે. તો સુંદરીનો ભાવ 200 અને બદામ કેરીનો ભાવ પણ 200 રૂપિયા બોલાઈ રહ્યો છે. હાલ આ ભાવ વધારે છે. પરંતુ જેમ જેમ આવક વધશે તેમ તેમ ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે.


ડંકાની ચોટ પર આ તારીખ લખી રાખજો...સો ટકા આવશે મોટું સંક્ટ! ગુજરાત માટે મોટી આગાહી


કઈ કેરીનો કેટલો ભાવ? 


  • હાફુસ ડઝનનો ભાવ 900 રૂપિયા

  • કેસર પેટીનો ભાવ 900 રૂપિયા

  • સુંદરીનો ભાવ 200 રૂપિયા 

  • બદામનો ભાવ 200 રૂપિયા 


હદ થઈ! આચારસંહિતાના નામે ગુજરાતમાં અહીં નકલી પોલીસનો ત્રાસ, પટેલ યુવક સાથે થયો 'કાંડ


તો ગીરની ખ્યાતનામ કેસર કેરી પણની આવક શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં તો મોટા પ્રમાણમાં કેસર કેરી જોવા મળી રહી છે. અને હવે આ કેસર હવે અમદાવાદ સુધી પણ પહોંચી ગઈ છે. પરંતુ આ વખતે કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થયું હતું. જેના કારણે જોઈએ તેટલા પ્રમાણમાં કેરીની આવક થઈ શકી નથી. તો વલસાડી કેસર કેરીની આવક આ વખતે ઘણી ઓછી જોવા મળી રહી છે. જેનું કારણ પણ કમોસમી વરસાદ જ છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને કરાને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું હતું. જેના કારણે વલસાડી કેસર ખુબ જ ઓછી આ વખતે જોવા મળી રહી છે. 


તમે આ ભૂલ કરી છે? RTE RTE અંતર્ગત ખોટી રીતે પ્રવેશ લેનારાઓ સામે સૌથી મોટી કાર્યવાહી


.કેરીનો ફળોનો રાજા કહેવામાં આવે છે. અને તેમાં ખાસ ગુજરાતની કેરીની ગુજરાત જ નહીં પરંતુ દેશ અને પરદેશમાં પણ સારી માગ રહે છે. જેટલી કેરી ખવાય છે તેટલું કદાચ કોઈ ફળ નહીં ખવાતું હોય....ગીરની કેસર કેરીએ તો વિશ્વના વિકસિત દેશોને પણ ઘેલું લગાડ્યું છે. તેથી જ ગુજરાત કરતાં વિદેશમાં કેરીની નિકાસ વધારે થાય છે. આ વખતે કેરીનો ભાવ ખુબ વધુ જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી સમયમાં આવક વધતાં ભાવમાં ઘટાડો આવશે. ત્યારે જોવાનું રહેશે કે કેરીના ભાવમાં કેટલો ઘટાડો થાય છે?