Opinion Poll: શું ગુજરાતમાં ત્રીજીવાર ક્લીન સ્વીપ કરશે ભાજપ? જાણો શું છે જનતાનો મત
Lok Sabha Chunav 2024 Opinion Poll: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની નજર તમામ 26 સીટો જીતીને ત્રીજીવાર ક્લીન સ્વીપ કરવા પર છે, જ્યારે કોંગ્રેસ અને આપ સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં છે. તેવામાં ગુજરાતની 26 સીટનો નવો ઓપિનિયન પોલ સામે આવ્યો છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની 26 સીટો પર મતદાન થવાનું છે. છેલ્લી બે ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની તમામ સીટો જીતીને ક્લીન સ્વીપ કરતી આવી છે. તેવામાં સવાલ ઉઠે છે કે શું આ વખતે પણ લોકસભા ચૂંટણીમાં ભાજપ ક્લીન સ્વીપ કરી શકશે? આ દરમિયાન ઈન્ડિયા ટીવી-CNX નો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ ઓપિનિયન પોલ પ્રમાણે જાણો ગુજરાતમાં કઈ પાર્ટી કેટલી સીટ જીતી રહી છે.
ઓપિનિયન પોલ પ્રમાણે કઈ પાર્ટીને કેટલી સીટો?
ભાજપ- 26
કોંગ્રેસ- 00
આપ- 00
સામે આવેલા ઓપિનિયન પોલ પ્રમાણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તમામ 26 સીટો પર ચૂંટણી જીતી રહી છે. એટલે કે સતત ત્રીજીવાર ભાજપ ગુજરાતમાં ક્લીન સ્વીપ કરશે. નોંધનીય છે કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે રાજ્યની તમામ 26 સીટો કબજે કરી હતી. આ વખતે પણ ગુજરાતમાં ભાજપ તમામ 26 સીટો પર જીતી રહી છે.
ગુજરાતમાં 7 મેએ મતદાન
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે દેશમાં કુલ 7 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. જ્યારે 4 જૂને પરિણામ આવશે. ગુજરાતમાં 26 સીટો પર ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન થવાનું છે. ગુજરાતમાં ભાજપે તમામ 26 સીટો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ભરૂચ અને ભાવનગર લોકસભા સીટ પર આમ આદમી પાર્ટી લડવાની છે. તો અન્ય 24 સીટો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે