ઝી બ્યુરો, ગાંધીનગર: છેલ્લા કેટલાંય સમયથી હાર્દિક પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં ચાલતી અટકળોનો હવે અંત આવ્યો છે. હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાની સત્તાવાર તારીખ અને સમય જાહેર થઈ ગયો છે. 2 જૂને હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. ત્યારે આ સમાચાર પર મોહર લાગી ગઈ છે. હાર્દિક પટેલે 2 જૂન 2022 ગુરુવારના રોજ સવારે 10.30 કલાકે કમલમ, ગાંધીનગર ખાતે C R પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે. ગાંધીનગરના કમલમ ખાતેથી તેમના સમર્થકો સાથે હાર્દિક ભાજપમાં જોડાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. એવામાં કોંગ્રેસથી નાખુશ હાર્દિક પટેલે વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટીથી પોતાનો નાતો તોડી નાખ્યો હતો અને ત્યારબાદથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ રહ્યા છે એવી અટકળોએ જોર પકડ્યું હતું. ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ કંઈ પાર્ટીમાં જોડાશે તે અટકળોનો અંત આવ્યો છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તે કન્ફર્મ થઈ ગયું છે અને હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. સીઆર પાટિલની હાજરીમાં હાર્દિક પટેલ ગાંધીનગરમાં સવારે 10.30 કલાકે કેસરિયો ધારણ કરશે.



હાર્દિક પટેલના ભાજપ પ્રવેશને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, હાર્દિકને કોંગ્રેસે નાની ઉંમરે મોટી જવાબદારી આપી હતી. કોંગ્રેસનો આભાર માનવાને બદલે ભાજપની સ્ક્રિપ્ટ હાર્દિક વાંચી રહ્યા છે. હાર્દિકના ભાજપ પ્રવેશથી તેમના કાર્યકરોની દયા આવી રહી છે. જેમની સામે આંદોલન કર્યું તેમના માટે હવે ખુરશી સાફ કરવી પડશે. ભાજપ કાર્યકરોએ હવે હાર્દિકને કમને સાહેબ કહેવું પડશે. કોંગ્રેસમાં કામ ના મળ્યાની ફરિયાદ કરનારને ભાજપમાં કામની ફરિયાદ ના રહે એવી આશા. અવસરવાદી નેતાઓને જનતા હંમેશા ઓળખી જતી હોય છે.


શહેર પોલીસ કમિશનરનો આ માનવીય અભિગમ એક પિતાને આખી જિંદગી રહેશે યાદ, જાણો એવું તો શું થયું


ત્યારે હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ પર કૃષિમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. પોરબંદરના દેગામમાં ગરીબ કલ્યાણ સંમેલનમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 'હાર્દિકે કોંગ્રેસના રાજકારણનો જાહેરમાં પર્દાફાશ કર્યો છે'. હાર્દિકે કોંગ્રેસનો પર્દાફાશ કર્યો તેનો મને આનંદ છે. 'અમે પણ વર્ષો સુધી કોંગ્રેસની માનસિકતાનો અનુભવ કર્યો છે'. હાર્દિકને પણ કોંગ્રેસની માનસિકતા સમજાઈ ગઈ છે.


અમદાવાદીઓ સાવચેત! બીજા શહેરો કરતા અમદાવાદમાં સૌથી વધુ કેસ, ત્યારબાદ આ શહેરનો નંબર


હાર્દિક પટેલને ભાજપમાં શું જવાબદારી સોંપાશે? 
બીજી બાજુ એવું કહેવાઈ રહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાટીદારોને રીઝવવા માટે હાર્દિક પટેલ ભાજપ માટે મોટો રોલ ભજવી શકે છે. એટલે ભાજપ હાર્દિકને મોટી જવાબદારી સોંપી શકે છે. હાર્દિકનું સુરત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે ભાજપથી રીસાયેલા પાટીદારોને મનાવવા માટે ભાજપે આગામી એક્શન પ્લાન ઘડી લીધો છે અને હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપીને પાટીદારોને પોતાના તરફેણમાં કરી શકે છે.


ભાવનગરમાં હિટ એન્ડ રન: પૂરઝડપે હંકારતા કાર ચાલકે રિક્ષા અને એક્ટિવાને લીધી અડફેટે, 1નું મોત અન્ય 2ને ગંભીર ઇજા


જાણો કેવું હશે હાર્દિકનું રાજકિય ભવિષ્ય
પાટીદાર નેતા હાર્દિક પટેલે પાર્ટી છોડ્યાના 14 દિવસમાં જ તે હવે ફરીથી રાજકારણની એક નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. માહિતી મુજબ, હાર્દિકના ભાજપમાં જોડાવાના નિર્ણયને હાઇકમાન્ડે લીલીઝંડી આપી દીધી છે. એવામાં હાર્દિક પટેલ 02 જૂને બપોરે 12 વાગે સીઆર પાટિલનો ભાજપનો ખેસ ધારણ કરશે. 


અમદાવાદમાં જાહેરમાં મહિલા પર ચાર રાઉન્ડ ફાઈરિંગ, સમગ્ર ઘટનાના સામે આવ્યા સીસીટીવી


હાર્દિક પટેલે ભાજપના કામોને પ્રશંસા કરી
હાર્દિક કોંગ્રેસ છોડી રામ મંદિર, સીએએ, એનઆરસીનાં વખાણ કર્યા હતા. હાર્દિકનું કહેવું છે કે યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, સીએએ, એનઆરસી અને જીએસટી જેવા નિર્ણય ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.


બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર પહોંચ્યા સોમનાથ મહાદેવના દર્શનાર્થે, જાણો શું કહ્યું મિસ વર્લ્ડએ


હાર્દિકે સોનિયા ગાંધીને લખેલા રાજીનામાના પત્રમાં ભાજપના કામોનો ઉલ્લેખ
તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા હાર્દિક પટેલે 18મી મેએ સોનિયા ગાંધીને ખુલ્લો પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. હાર્દિક ખૂલીને કોંગ્રેસનો વિરોધ કરી રહ્યો હતો. હાલમાં જ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના રામ મંદિરની ઈંટો પર કૂતરાઓ પેશાબ કરતા હતા એ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું હતું. એવામાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે મેં પહેલાં પણ કહ્યું હતું કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવાદેવા નથી, કોંગ્રેસ પાર્ટી હંમેશાં હિન્દુ ધર્મની આસ્થાના વિરોધમાં જ કામ કરતી આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube