JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર, ટોપ 15માં અમદાવાદનો હર્ષ શાહ સામેલ
JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે JEE એડવાન્સની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં અંદાજે 1.5 લાખ ઉમેદવારો નોંધાયા હતા
અતુલ તુવારી / અમદાવાદ: JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે JEE એડવાન્સની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં અંદાજે 1.5 લાખ ઉમેદવારો નોંધાયા હતા. જેમાં અમદાવાદના હર્ષ શાહે ગુજરાતમાં પ્રથમ અને ઓલ ઈન્ડિયામાં 11મો રેન્ક મેળવ્યો છે.
આ પણ વાંચો:- અમદાવાદમાં કોરોના ટેસ્ટીંગ ડોમ સામે ઉભા થયા સવાલ, લોકોએ કહ્યું પ્રજાના રૂપિયાનો બગાડ
આઇઆઇટી દિલ્હી દ્વારા JEE એડવાન્સની પરિક્ષા લેવામાં આવી હતી. જેમાં દેશભરમાંથી અંદાજે 1.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિક્ષામાં 1.11 લાખ વિદ્યાર્થીઓ પૈકી 36,497 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા જ્યારે 35,121 વિદ્યાર્થીનીઓ પૈકી 6,706 વિદ્યાર્થીનીઓ ક્વોલિફાય થઈ છે.
આ પણ વાંચો:- અકસ્માત: દાહોદથી આણંદ જતી ખાનગી બસ પલ્ટી જતા 4 વર્ષની બાળકીનું મોત, 20 મજૂરો ઇજાગ્રસ્ત
ત્યારે આ પરિક્ષામાં ગુજરાતના 5 વિદ્યાર્થીઓ ટોપ 100માં આવ્યા છે. જેમાં અમદાવાદનો હર્ષ શાહ ગુજરાતમાં પ્રથમ અને ઓલ ઈન્ડિયામાં 11મો રેન્ક મેળવ્યો છે. આ ઉપરાંત અમદાવાદના શ્રેય બાવીશી 55મો રેન્ક, નિયતી મહેતા 62મો રેન્ક, પૂજન સોજીત્રા 64મો રેન્ક અને ધ્રુવ મારુ 99મો રેન્ક મેળવ્યો છે.
આ પણ વાંચો:- ઘોર બેદરકારી: ઇન્ટરનેશનલ કાર રેસરનું એમ્બ્યુલન્સમાં ઓક્સિજન ખુટી જવાથી મોત
હર્ષે જણાવ્યું હતું કે, તે IIT મુંબઈમાં કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ લઈ આગળ અભ્યાસ કરવા માગે છે. રોજની 10 કલાકની મહેનત બાદ આખરે ઇચ્છીત પરિણામ હાંસલ કર્યું છે. જે વિદ્યાર્થી એક ઇન્સ્ટિટયૂટ સાથે સંકળાયેલો હોય તેણે તેની સાથે જોડાઈ રહેવું જોઈએ જેથી સારા પરિણામની આશા વધુ પ્રબળ બને છે.
આ પણ વાંચો:- જામનગરમાં 17 વર્ષની દીકરીને દવા પીવડાવી તેના પર ગેંગરેપ કર્યો: લીલાબેન આંકોલિયા
મુંબઇનો ચિરાગ ફ્લોર સમગ્ર દેશમાં પ્રથમ આપ્યો છે. ચિરાગે 396 પૈકી 352 માર્ક મેળવ્યા છે. આઇઆઇટી રૂરકી ઝોનમાંથી વિદ્યાર્થીની કનિશ્કા મિત્તલ પ્રથમ આવી છે. કનિશ્કાએ 396 પૈકી 315 માર્ક મેળવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube