અમદાવાદમાં કોરોના ટેસ્ટીંગ ડોમ સામે ઉભા થયા સવાલ, લોકોએ કહ્યું પ્રજાના રૂપિયાનો બગાડ

ડોમમાં ગાંધી કોર્પોરેશનની બે ખુરશીઓ પણ મૂકીને કર્મચારીઓ રવાના થયા બાદ એકપણ વખત કોઈ નજરે ના પડતા સ્થાનિકોએ મોટા ઝોલની આશંકા વ્યક્ત કરી હતી.

અમદાવાદમાં કોરોના ટેસ્ટીંગ ડોમ સામે ઉભા થયા સવાલ, લોકોએ કહ્યું પ્રજાના રૂપિયાનો બગાડ

અતુલ તિવારી, અમદાવાદ: રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર અને તંત્ર રાત દિવસ મહેનત કરી રહી છે. સતત કોરોના ટેસ્ટમાં કરવામાં આવી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ માટે ડોમ ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે આ ડોમ સામે સવાલો ઉભા થાય છે. શહેરની કેટલીક સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે કોરોના ટેસ્ટિંગના નામે બિનજરૂરી ડોમ બનાવવામાં આવ્યા છે. 

શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સુધી સરળતાથી પહોંચી શકાય તે હેતુથી બનાવાયેલા ડોમમાં ક્યારેક શાકભાજીની લારીઓ ઉભી રહેલી નજરે પડે છે, તો કેટલાક ડોમમાં ક્યારેય ટેસ્ટીંગ જ ના થયાનું આવી સામે આવી રહ્યું છે.

અમદાવાદના ગોતામાં ગોતામાં વસંતનગર ટાઉનશીપ ખાતે 10 - 12 દિવસ અગાઉ સોસાયટીમાં અવરજવર માટે બનાવાયેલા રોડ પર જ તંત્ર દ્વારા ડોમ બનાવી દેવામાં આવ્યો હતો. મેડીકલ સ્ટાફ, પોલીસના જવાનો આવશે શંકાસ્પદ કોરોના દર્દીઓના ટેસ્ટીંગ કરશે કહીને સોસાયટીઓમાં બનાવવામાં આવ્યો છે. ડોમ બનાવ્યાના 12 દિવસ બાદ પણ એક પણ દિવસ કોરોના ટેસ્ટીંગ માટે કોઈ ટીમ ના આવતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. 

સ્થાનિક રહીશોએ કે કોરોના ટેસ્ટીંગના નામે ઉભા કરવામાં આવેલા ડોમ માત્ર આ પ્રજાના રૂપિયાનો બગાડ છે. અહીં કોરોના ટેસ્ટીંગ માટે ટીમ આવે અથવા આ ડોમ જરૂર હોય ત્યાં લઈ જવા રહીશોએ વિનંતી હતી. તંત્ર દ્વારા ડોમ ભાડે લેવાતો હોય છે, ત્યારે આ પ્રજાના રૂપિયાનો વેડફાટ છે.

ડોમમાં ગાંધી કોર્પોરેશનની બે ખુરશીઓ પણ મૂકીને કર્મચારીઓ રવાના થયા બાદ એકપણ વખત કોઈ નજરે ના પડતા સ્થાનિકોએ મોટા ઝોલની આશંકા વ્યક્ત કરી હતી. માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ આ પ્રકારના ડોમ બનાવવામાં આવતા હોય છે પરંતુ જે સોસાયટીમાં કોરોનાના કેસ જ નથી ત્યાં ડોમ લગાવી દેવાતા સોસાયટીમાં નારાજગી વ્યાપી જવા પામી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news