ગાંધીનગરઃ સરકારી ભરતીની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરાત પ્રમાણે તબીબી  ક્ષેત્રમાં 2 હજારથી વધુ ભરતી કરવામાં આવશે. આ માટેનો વિસ્તૃત કાર્યક્રમ પણ જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવશે.


આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર 
પ્રાપ્ત વિગત અનુસાર આ આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી હશે. જેમાં 2000 કરતા વધુ જગ્યા ભરવામાં આવશે. જો વાત કરવામાં આવે તો તબીબી અધિકારી વર્ગ-2ની 1506 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ સિવાય જનરલ સર્જન નિષ્ણાંતની 200 જગ્યાઓ ભરવામાં આવશે. ફિઝિશિયન તજજ્ઞની 227 જગ્યાઓ, ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યાઓ તથા વીમા તબીબી અધિકારીની 147 જગ્યાઓ પર ભરતી થશે. 


ભરતીનું સત્તાવાર નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો