આભ ફાટ્યું! ઉકાઈ ડેમનું રૌદ્ર સ્વરૂપ જોઈને થથરી જશો, તાપી અને સુરતના લોકોને સાવચેત કરાયા
હાલ ડેમની સપાટી 341 ફૂટ પર પહોંચી છે. જેને પગલે તેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 15 દરવાજા 7 ફૂટ ખોલી 1,97,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ઝી બ્યુરો/સુરત: હવામાન ખાતાની આગાહી વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલો પ્રેસરને કારણે મહારાષ્ટ્રમાં પડેલા અવિરત વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલ હથનુર અને પ્રકાશના ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાવવા પામી હતી. ઉકાઈ ડેમમાં ગતરોજથી જ લાખો ક્યુસેક પાણી આવવાની સાથે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ હતી.
આ તો માત્ર ટ્રેલર જ છે, ભાદરવામા આખી ફિલ્મ તો બાકી છે, આ આગાહી સાંભળી રૂવાડા ઉભા થશે
હાલ ઉકાઈ ડેમમાં 3 લાખ 85 હજાર જેટલું પાણી આવી રહ્યું છે જેને પગલે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ છે. હાલ ડેમની સપાટી 341 ફૂટ પર પહોંચી છે. જેને પગલે તેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 15 દરવાજા 7 ફૂટ ખોલી 1,97,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
18 થી 21 સપ્ટેમ્બરનો વરસાદી ચાર્ટ, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ
જેને લઈને તાપી જિલ્લા અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારેના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકને ધ્યાને રાખીને ડેમના સત્તાધીશો દ્વારા આવનારા સમયમાં પણ ગેટ ઓપરેશનની કાર્યવાહી ચાલુ રાખશે.
Asia Cup Final: એશિયા કપની ફાઈનલમાં સિરાજની તહાબી, એક ઓવરમાં ઝડપી 4 વિકેટ
તાપી નદીમાં પૂરનો ખતરો
ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની માત્રા વધારવામાં આવી છે. આ વિશે ઉકાઈ ડેમના કાર્યપાલક એન્જિનયિર પીજી વસાવાએ જણાવ્યું કે, હાલ ઉકાઈ ડેમમાં 4,60,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી ચે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 22 ગેટ પૈકી 15 ગેટ ખોલી 2,28,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
IND vs AUS: ભારત સામે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, સ્ટાર ખેલાડીઓની વાપસી
ડેમમાં 8 ગેટ.8 ફૂટ અને 7 ગેટ 9 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટી રૂલ લેવલ પાસે પહોંચી છે. હાલ ડેમની સપાટી 341.40 ફૂટ છે. તો ડેમનું રૂલ લેવલ 345 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. આ કારણે તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી જિલ્લા અને સુરત જિલ્લા વહીવટી તંત્ર સજ્જ કરી દેવાયું છે.
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ, આજે 136 તાલુકામાં ભારે વરસાદ, એલર્ટ પર નર્મદા જિલ્લો
નર્મદા જિલ્લામાથી ૧૬૩૭ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ એન. ડી.આર. એફ અને એસ. ડી.આર.એફ ની ટીમો સાથે શનિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી.
સુરતની દીકરીએ તૈયાર કરી અનોખી ભેટ; તમામ યોજનાઓ દર્શાવતા ફ્લેશ કાર્ડ કર્યા તૈયાર
ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના સ્થળાંતરની વિગતો જોતા ભરૂચ શહેર 461, અંકલેશ્વર 747, હાંસોટ 293, ઝગડીયા 34, વાગરા 102 એમ કુલ 1637 સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે.
150 ધાત્રી માતાઓએ પોતાના દૂધનું દાન કર્યું, અત્યાર સુધી 8,21,550 મિલી લિટર દૂધ એકત્ર
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું
હવામાન ખાતાની આગાહી વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલો પ્રેસરને કારણે મહારાષ્ટ્રમાં પડેલા આવીરત વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલ હથનુર અને પ્રકાશના ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાવવા પામી હતી ઉકાઈ ડેમમાં ગતરોજથી જ લાખોક્યુસેક પાણી આવવાની સાથે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ હતી હાલ ઉકાઈ ડેમમાં 3 લાખ 85 હજાર જેટલું પાણી આવી રહ્યું છે જેને પગલે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ છે.
ગોંડલમાં બે માસુમ સગાભાઈઓના મોતમાં મોટો ખુલાસો, પિતાએ જ પીવડાવી હતી ઝેરી દવા
હાલ ડેમની સપાટી 341 ફૂટ પર પહોંચી છે જેને પગલે તેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 15 દરવાજા 7 ફૂટ ખોલી 1,97,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને તાપી જિલ્લા અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે ના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકને ધ્યાને રાખીને ડેમના સત્તાધીશો દ્વારા આવનારા સમયમાં પણ ગેટ ઓપરેશનની કાર્યવાહી ચાલુ રાખશે.