Gujarat Rain Forecast: આવતીકાલે આ વિસ્તારોમાં આભ ફાટશે! 234 તાલુકામાં વરસાદે સર્જી તારાજી, જુઓ તસવીરો
Gujarat Rain Forecast: હવામાન વિભાગે બુધવારે 7 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 17 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી કરી છે
Gujarat Rain Forecast: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં આજે 234 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે તાપીના સોનગઢમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે, હજુ પણ બે દિવસ અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. તો નદી કિનારાના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે સુરતના બલેશ્વર ગામમાંથી 50 થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. ખાડીના પાણી ફરી વળતાં રેસ્ક્યૂ ટીમે લોકોને બચાવ્યા છે.
સાવધાન! રાજ્યમાં આજે કોરોના કેસમાં બમણો વધારો, દરરોજ વધી રહ્યો છે મૃત્યુઆંક
હવામાન વિભાગે બુધવારે 7 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 17 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 234 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી જેના કારણે આસપાસના ગામોને એલર્ટ કરાયા છે તો નદીના પાણીમાં ફસાયેલા લોકોને પણ બચાવવામાં આવ્યા છે.
મણિનગર સ્વામિનારાયણ મંદિરની જમીન પચાવી પાડવાનું પડયંત્ર, 4 શખ્સોની શોધમાં પોલીસ
ઉત્તર ગુજરાતમાં વરસાદે એવી ધમાકેદાર બેટિંગ કરી કે તેના માટે મૂશળધાર કે અનરાધાર જેવા શબ્દો ઓછા પડ્યા. અરવલ્લી અને બનાસકાંઠામાં જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે. રહેણાંક વિસ્તારો બોટમાં ફેરવાઈ ગયા છે. તો બીજી તરફ સુરત જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદને લઈ સુરત ગ્રામ્યમાં જળ બમબકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડી ઉભરાઈ જતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું હતું.
અમદાવાદનો આ ગુનેગાર બનાવા માગે છે મનિયા સુરવે, જેલમાં બેસીને કરી નાખ્યું આ કારસ્તાન
બલેશ્વરના ટાંકી ફળિયામાં આવેલા 50 જેટલા પરિવાર ખાડીનું પાણી ફરી વળતા ફસાઈ ગયા હતા. જોકે સરપંચ દ્વારા સ્થાનિક પ્રશાશનને જાણ કરવામાં આવતા પલસાણા મામલતદાર તેમજ પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બારડોલી ફાયર વિભાગને જાણ કરાઈ હતી. બારડોલી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ બોટ લઇ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ લોકોને રેસ્ક્યુ કરી ગામની પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારે કેન્દ્રની ના સાંભળી વાત! બિલ્કીસ બાનોના બળાત્કારીઓને છોડી દીધા
આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જાઈ છે. મેઘરજ, મોડાસા, ભિલોડા, માલપુર, ધનસુરા અને આસપાસના ગામોમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે મોડાસામાં ભારે વરસાદને કારણે જાલપુર પાસેની મેશ્વો નદીમાં પાણીનું વહેણ વધ્યું છે. જેના કારણે નદીની બીજી તરફ 14 લોકો ફસાયા છે. જોકે, તમામ 14 લોકોને બચાવવા માટે NDRF અને હેલિકોપ્ટરની મદદ માટે ફાયર વિભાગે ઉચ્ચ કક્ષાએ ફોન કરી મદદ માંગી અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું.
સુરતમાં પોલીસની ડંડાવાળી, સેનેટ ચૂંટણીના પરિણામ પહેલા ABVP અને AAP વચ્ચે બબાલ
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube