સત્યમ હંસોરા/રાજકોટ :રાજકોટ તાલુકા ગઈકાલના ધોધમાર વરસાદ બાદ રાજકોટની પરિસ્થિતિ પલટાઈ છે. 8 ઈંચ વરસાદને કારણે સમગ્ર રાજકોટ જળબંબાકાર થયું છે. ગઈકાલના વરસાદના પાણી હજી પણ ઓસર્યા નથી. વરસાદી પાણી ભરાવાને કારણે રાજકોટના અનેક રોડ રસ્તા ધોવાયા છે. નાના મોટા અનેક પુલ અને રસ્તા ધોવાઈ જતા ગામડાના લોકો પરેશાન થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાએ પોલીસ સ્ટેશનમાં રડતા-રડતા કહ્યું, ‘સાહેબ, મારા છોકરાથી બચાવો, તેણે મને ક્રિકેટના બેટથી ફટકાર્યા...’


રાજકોટમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદને કારણે પોપટપરા અંડરપાસમાં પાણી ભરાયા છે. ઠેબચડા ખરેડી ગામ સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ઠેબચડા ગામથી ખેરડી ગામનો પુલ ધોવાઈ જતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જીવના જોખમે વિદ્યાર્થીઓ રસ્તામાંથી પસાર થઈ રહ્યા છે. ભારે વરસાદને કારણે મોટા મૌવા અને આંબેડકર નગરને જોડતું નાળુ સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. પુલ ધોવાતા રસ્તો બંધ થયો છે અને વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો છે. જેને કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી છે. 


વડોદરામાં પૂરના પાણી ઓસરતા જ મહાસફાઈ અભિયાન શરૂ કરાશે, અન્ય શહેરના સફાઈ કર્મચારીઓ પણ જોડાશે


આજી નદી ગાંડીતૂર
ભારે વરસાદને પગલે આજી નદી બની ગાંડીતૂર બની છે. આજી નદી બે કાંઠે થતા લોકોના ટોળા જોવા માટે ઉમટ્યા છે. જોકે, વધુ વરસાદ પડે તો આસપાસના વિસ્તારના લોકોને મુશ્કેલી પડશે. 8 ઈંચ વરસાદને કારણે આજી-2 ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. 


યુવક તણાયો
રાજકોટમાં ગઈ કાલે ભારે વરસાદમાં મોટા મૌવા નજીક સરિતા વિહાર નદીમાં યુવક તણાયો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવકની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા યુવકની શોધખોળ હાથ ધરાઈ છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :