માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવી
Gujarat Rain : જૂનાગઢના માણાવદરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ, રાત્રે દરમિયાન ધમાકેદારથી પાણી પાણી થયું માણાવદર, રાત્રે 4 કલાક દરમિયાન જ પડ્યો 8.5 ઈંચ સુધી વરસાદ
Gujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણા અને જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ નોઁધાયો છે. તો સુરતના મહુવામાં 7 ઈંચ કરતા વધુ વરસાદ નોઁધાયો. સુરતના બારડોલીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. તો રવિવારે અમદાવાદમાં બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતોય અમદાવાદના સાયન્સ સિટી, બોપલ અને ગોતામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો. તો સરખેજમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો.
માણવાદરમાં ચારેતરફ કમર સુધી પાણી ભરાયા
જુનાગઢ જિલ્લાના માણાવદરમાં સવાર સુધીમાં 8 ઇંચ વરસાદ પડતા માણાવદર શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ પણ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થઈ ગયો છે. જ્યારે માણાવદરના ગોકુળ નગર, અમૃત નગર, ગીરીરાજ સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
અમદાવાદના બોપલ બ્રિજ પર થાર અને ફોરચ્યુનર વચ્ચે જોરદાર ટક્કર : ત્રણના કમકમાટીભર્યા મોત
પહેલા વરસાદમાં ડૂબ્યું અમદાવાદ : પાણી નિકાલની AMC ની આખી સિસ્ટમ ફેલ સાબિત થઈ