જુનાગઢ : સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ અસહ્ય ગરમી અને ધોમધખતો તડકો પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી છુટા છવાયા વરસાદને બાદ કરતા સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ નથી. સૌરાષ્ટ્રનાં ખેડૂતો વધારે એક વરસાદની રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ અસહ્ય ઉકળાટનાં કારણે નાગરિકો પણ ખુબ જ પરેશાન હતા. જો કે 2 વાગ્યા બાદ અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોમાં પણ ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ: 6 ફેરિયાઓ Corona પોઝિટિવ, 613 ને લક્ષણો મળી આવતા પાલિકા તંત્ર દોડતું થયું

સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીના પાકને વરસાદની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. કપાસ અને મગફળીના પાકને વરસાદ વગર સુકાવા લાગ્યો છે. જેથી ખેડૂતો પણ ધોધમાર વરસાદની રાહ જોઇને બેઠા છે. જો કે છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હળવા ઝાપટાથી પાકને પણ પુરતુપાણી મળતું નથી. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કપાસ, મગફળી અને અન્ય મગ, અડદ, તલ અને મકાઇ જેવા પાકોને એક વરસાદની જરૂર છે. 


સુરત: કોવિડ કેર સેન્ટરમાં MLA એ PPE કીટ પહેરી મહિલા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવ્યું

ગઇકાલે 1 ઓગષ્ટનાં રોજ વીરપુર અને બાબરા પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ વીરપુરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું.  હવામાન વિભાગની આગાહી હોવા છતા મેઘરાજાનું આગમન નહી થવાનાં કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર