સુરત: કોવિડ કેર સેન્ટરમાં MLA એ PPE કીટ પહેરી મહિલા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવ્યું

શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા કોવિડ કેર સેન્ટર ખાતે ધારાસભ્ય દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા PPE કીટ પહેરી કોરોના પોઝિટિવ દર્દીઓ પાસે રાખડી બંધાવી હતી. જ્યારે નર્સિંગ સ્ટાફે પુરૂષ દર્દીઓને રાખડી બાંધી હતી. ત્યાર બાદ રાખડી બાંધી પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરાવી હતી. 
સુરત: કોવિડ કેર સેન્ટરમાં MLA એ PPE કીટ પહેરી મહિલા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવ્યું

સુરત : શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા કોવિડ કેર સેન્ટર ખાતે ધારાસભ્ય દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા PPE કીટ પહેરી કોરોના પોઝિટિવ દર્દીઓ પાસે રાખડી બંધાવી હતી. જ્યારે નર્સિંગ સ્ટાફે પુરૂષ દર્દીઓને રાખડી બાંધી હતી. ત્યાર બાદ રાખડી બાંધી પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરાવી હતી. 

મજુરા મિત્ર મંડળ દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલમાં આઇસોલેશન વોર્ડમાં આધુનિક હોસ્પિટલ જેવી વ્યવસ્થાઓ કરાઇ છે. 182 બેડ સાથેનું કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન સાથે ટીવી, બાફનું મશીન, બેલ દરેક બેડ સાથે ફેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોવિડ સેન્ટરની મુલાકાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પણ લીધી હતી. કોવિડ કેર સેન્ટરની સુવિધાને લઇને બિરદાવ્યા હતા. 

કોરોનાના પોઝિટિવ દર્દીને 10થી 14 દિવસ માટે આઇસોલેશન વોર્ડમાં રખાયા છે.એક તરફ બિમારી અને બીજી તરફ પરિવારની ચિંતા કોરોનાના દર્દીઓની માનસિકતા પર ખુબ જ વિપરિત અસર કરે છે. જેના કારણે મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મનોરંજન માટે ટીવીની સાથે ગરમ પાણી, બાફ માટેના મશીન અને પરિવાર સાથે વાત કરવા માટે વોકી ટોકીની સુવિધા કોવિડ કેરમાં રાખવામાં આવી છે. 80 લાખના ખર્ચે સમગ્ર કોવિડ કેર તૈયાર થયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news