રાજકોટ: 6 ફેરિયાઓ Corona પોઝિટિવ, 613 ને લક્ષણો મળી આવતા પાલિકા તંત્ર દોડતું થયું
Trending Photos
રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ મોડેલ પર કામ કરતા સુપર સ્પ્રેડરને શોધી કાઢવા માટે માસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ બાદ ટેસ્ટિંગ ડબલ કરવાનાં આદેશની અવગણના થયા બાદ તપાસ ચાલુ કરવામાં આવી છે. જો કે તપાસમાં 6 ફેરિયાઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 613 માં લક્ષણો જોવા મળ્યા હતા. આ ફેરિયાઓને તત્કાલ દાખલ કરીને સારવાર ચાલુ કરવામાં આવી છે.
શહેરમાં કરવામાં આવેલા 1532 ફેરિયાઓના ચેકઅપમાં પોઝિટિવની સંખ્યા ભલે ઓછી આવી પરંતુ લક્ષણો ધરાવતા ફેરિયાની સંખ્યા મોટી હોવાથી તેમનામાં વાયરસનું ઇનક્યુબે રહી હોવાની શક્યતા નકારી શકાતી નથી. દરમિયાન આજે સંક્રમિત થયેલા ફેરિયાઓએ રાજકોટ મહાનગરપાલિકા રેલનગર, રૈયારોડ, જ્યુબિલી, જંકશન અને મવડી વિસ્તારમાંથી મળી આવ્યા છે. ૉ
આગળ જતા સુપ્રર સ્પ્રેડરની શોધમાં શહેરની કરિયાણાની દુકાનો અને દુધની ડેરીના કર્મચારીઓની પણ તપાસ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મોડેલ પર કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટમાં તંત્ર કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે