Gujarat Rains: ચોમાસામાં વરસાદ આવે એટલે સૌથી વધુ ખુશી ખેડૂતોની હોય છે, પણ આ જ વરસાદ જો સાંબેલાધાર આવે તો સૌથી વધુ નુકસાન પણ ખેડૂતોનું જ હોય છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કંઈક આવું જ થયું છે. ભારે વરસાદથી અન્નદાતાનો ઉભો પાક નાશ પામ્યો છે, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતાં ધરતીપુત્રો પાયમાલ થઈ ગયા છે ત્યારે જુઓ અન્નદાતા પર આફતનો આ અહેવાલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ખરેખર ગુજરાત પર છે મોટી આફતનો ખતરો? આ સિસ્ટમ કઈ તરફ જશે? જાણો સીધી સટીક આગાહી


ચોમાસાથી અન્નદાતા આનંદીત થઈ ઉઠે છે પણ આ જ ચોમાસું જો ભારે બની જાય તો અન્નદાતાની કેવી દશા થાય છે તે આ દ્રશ્યોમાં જુઓ. સૌરાષ્ટ્રમાં વરસેલા સાંબેલાધાર વરસાદ ખેડૂતોની હાલત કફોડી કરી નાંખી છે. તૈયાર પાક વધુ વરસાદમાં નાશ પામતાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આખું વર્ષ કરેલી તનતોડ મહેનત પર પાણી ફરી વળતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વાત દ્વારકા જિલ્લાની કરીએ તો દ્વારકાના ખંભાળિયા તાલુકામાં અંદાજે 400 વીઘાથી વધુ જમીનમાં શાકભાજીનો પાક નાશ પામ્યો છે. મરચાં, મેથી, ગુવાર, કોબી અને ફુલાવરના પાકને સોથ વળી જતાં પાક નિષ્ફળ ગયો છે.


70 ગુજરાતીઓના જીવ બચાવનાર પોતાનો જીવ ન બચાવી શક્યા, હેલિકોપ્ટર ક્રેશ થઈ ડૂબ્યું


  • અન્નદાતા પર આફત 

  • પાક નાશ પામ્યો 

  • પાક કોહવાઈ ગયો

  • શાકભાજીમાં નુકસાન

  • ખેડૂતો બન્યા બેહાલ


હવે ગુજરાતમાં ખતરાને 3 કલાક જ બાકી! ફરીથી શરૂ થશે કહેર! લોકોને સતાવી રહ્યો છે આ ડર


જામનગર જિલ્લામાં કપાસ સહિત અનેક પાક નાશ પામ્યો છે. કપાસના પાકના સોથ વળી ગયા છે. ખેતરમાં હજુ પણ પાણી ભરાયેલા છે, આખુ વર્ષ કરેલી રાત દિવસની મહેનત એળે ગઈ છે, વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. દ્રશ્યોમાં દેખાતું આ સરમત ગામનું એક ખેતર છે. 20 વીઘાના આ ખેતરમાં કપાસની કેવી દશા થઈ છે તે જોઈ શકાય છે ત્યારે ખેડૂત જલદી સર્વે કરી સરકાર સહાય ચુકવે તેવી માગ કરી રહ્યા છે. 


  • કપાસ પામ્યો નાશ 

  • લાખોનું નુકસાન

  • ખેડૂતોની માઠી દશા

  • ખેતરમાં હજુ પાણી

  • સર્વે કરાવો સરકાર 

  • સહાય ચુકવો સરકાર


'ઓઈ જાડી અહીં આવ..ક્યાં જવું છે...', બાલાસિનોર નગરમાં કલકત્તા જેવી ઘટના બનતા રહી ગઈ


દ્વારકા અને જામનગર બાદ વાત રાજકોટ જિલ્લાની કરીએ તો..રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં અતિવૃષ્ટીને કારણે પાક નિષ્ફળ ગયો છે. જે પાક ખેડૂતો લણવાની તૈયારી કરી રહ્યા હતા..ત્યાં ખાબકેલા વરસાદથી તુવેર, મરચાં, ડુંગળી સહિતો પાક બલી ગયો છે. અહીં ખેડૂતોને એક વીઘાએ 15થી 20 હજારનું નુકસાન ગયું છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતાં હવે ખેડૂતોને શિયાળુ વાવેતર કેમ કરવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. સરકારના સર્વેના હજુ કોઈ ઠેકાણા નથી. ત્યારે તાત્કાલિક સર્વેની ખેડૂતો માગણી કરી રહ્યા છે.


ગુજરાતમાં ભાજપ નેતાના સહારે હવામાં 'ઉડતા મહંત'! યોગી ધર્મનાથ ભરાયા એક મોટા વિવાદમાં


આ વર્ષે ચોમાસું સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર હતું.100 ટકાથી વધુ વરસાદ વરસ્યો. આ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા તો ખેતરો બની બની જતાં ખેડૂતોને જે પાણ લણવાનો માત્ર બાકી હતો તે નાશ પામ્યો. ખેડૂતોને થયેલી આ નુકસાનીમાંથી સરકાર ઉગારે તેવી માગ ઉઠી છે. પરંતુ હજુ સુધી સર્વે શરૂ કરાયો નથી ત્યારે સહાય ક્યારે ચુકવાશે તે એક સવાલ છે. હવે જોવું રહ્યું કે, ખેડૂતોને આ મહામુસિબતમાંથી સરકાર ક્યારે બહાર કાઢે છે?.