'ઓઈ જાડી અહીં આવ..ક્યાં જવું છે, તું કહે તો...', બાલાસિનોર નગરમાં કલકત્તા જેવી ઘટના બનતા રહી ગઈ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના નવ કલાકની આસપાસ એક વિદ્યાર્થીને સાથે અઘટિત ઘટના ઘટતા બચી હતી. બાલાસિનોર બસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીની રીક્ષાની રાહ જોઈ રહી હતી, તે સમયે બે યુવકોએ તેના એકલતાનો લાભ લઈ છેડતી કરી.

'ઓઈ જાડી અહીં આવ..ક્યાં જવું છે, તું કહે તો...', બાલાસિનોર નગરમાં કલકત્તા જેવી ઘટના બનતા રહી ગઈ

ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: બાલાસિનોર નગરમાં પશ્ચિમ બંગાળના કલકત્તા જેવી ઘટના ઘટતા રહી ગઈ. મેડિકલમાં અભ્યાસ કરતી યુવતીની સતર્કતાને લઈ બાલાસિનોર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને રોમિયોને ઝડપી પાડ્યા.

દિવસ અને દિવસે રાજ્યમાં શાળા, કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પર છેડતી તેમજ બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે થોડાક દિવસો પહેલા દેશના પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે મેડિકલ સ્ટુડન્ટ પર તકનો લાભ ઉઠાવી બળાત્કાર કરી યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના સામે આવતા જ દેશ ભરમાં તેનો ખૂબ વીરોધ થયો હતો અને ડોક્ટરોએ રૅલી તેમજ કામગીરી ન કરી તેનો વિરોધ નોંધાવ્યો હતો. આવી જ એક ઘટના મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં ઘટતા ઘટતા રહી ગઈ હતી. તેનું મુખ્ય કારણ વિદ્યાર્થીની હતી. વિદ્યાર્થીએ પોતાની સમય સૂચકતા અને બુદ્ધિનો ઉપયોગ કરી બાલાસિનોર પોલીસને જાણ કરતા આ બંને રોમિયો પકડાયા હતા.

 

મહીસાગર જિલ્લાના બાલાસિનોર બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના નવ કલાકની આસપાસ એક વિદ્યાર્થીને સાથે અઘટિત ઘટના ઘટતા બચી હતી. બાલાસિનોર બસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીની રીક્ષાની રાહ જોઈ રહી હતી, તે સમયે બે યુવકોએ તેના એકલતાનો લાભ લઈ છેડતી કરી અને ઓઈ જાડી અહીં આવ ક્યાં જવું છું તને કહું છું તને લઈ જઈએ તેવા અપશબ્દો ઉચ્ચારી લાજ લેવાના ઇરાદે બોલાવતા અને તે યુવતીએ તે બંને યુવકોને કહેતા તે બંને યુવકો મહિલાને ઘેરી જાણે લાજ લેવાના ઇરાદે આવ્યા હોય તેમ છેડતી કરવા લાગ્યાં હતાં. યુવતી ત્યાંથી ચાલવા માંડી ત્યારે તે બંને યુવકોએ તેનો પીછો કર્યો હતો, તે સમયે તેના પિતા આવી જતા તે બંને યુવકોને કહેતા યુવકો દ્વારા યુવતી તેમજ તેના પિતાને અપશબ્દો બોલી ગંદી ગાળો આપી હતી અને સમગ્ર ગુનો આચર્યો હતો. 

સમગ્ર ઘટનાની સમય સૂચકતા દાખવી વિદ્યાર્થીનીએ બાલાસિનોર પોલીસને ફોન કરતા ઘટનાની ગંભીરતા જોઈ બાલાસિનોર પોલીસ તરત જ બાલાસિનોર બસ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. જેને લઇ મેડિકલમાં અભ્યાસ કરતી આ યુવતીની ઈજ્જત લૂંટાતી લૂંટાતી બચી હતી. મહીસાગર પોલીસની સતર્કતાને લઈ વિદ્યાર્થીની તેમજ તેનો પરિવાર સુરક્ષિત તેઓના ઘરે પહોંચ્યો હતો. બાલાસિનોર પોલીસે આ બંને રોમિયોગીરી કરતા યુવકો સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહીસાગર પોલીસ દ્વારા હાલ ગુનાની ગંભીરતાને જોતા આવા એકલતા અને રાત્રિના સમયે બસ સ્ટેશનમાં પોલીસ પોઇન્ટ તેમજ સવાર દરમિયાન શાળાએ કોલેજો આશ્રમશાળાઓ જેવી જાહેર જગ્યાઓ ઉપર પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દીધો છે. હાલ મહીસાગર પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે કે આવા જાહેર સ્થળો ઉપર કોઈપણ રોમિયોગીરી કરતો યુવક કા તો છેડતી કરતો યુવક હોય તો 100 નંબર તે જ મહિલા હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news