હવે ગુજરાતમાં ખતરાને 3 કલાક જ બાકી! ફરીથી શરૂ થશે કહેર! લોકોને સતાવી રહ્યો છે આ ડર

Gujarat Rain Forecast : ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સંબંધિત જિલ્લાઓને અલગ અલગ સાઈન સાથેના અલર્ટ પણ આપી દેવાયા છે. એટલું જ નહીં મેઘમહેર વચ્ચે હવે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરાઇ છે. આગાહી પ્રમાણે મોટા ભાગના જિલ્લામાં વરસાદ વરસી શકે છે. 

1/8
image

તંત્ર દ્વારા જિલ્લાવાર વિપરિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે. હાલ તો આગામી 3 કલાક બાદ બાદ ખતરો શરૂ થવાનો છે, જે આગામી સાત દિવસ સુધી ચાલશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી ત્રણ કલાક બાદ વરસાદની આગાહી કરાઇ છે. નોંધનીય છે કે, આજે વહેલી સવારથી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે.

2/8
image

ગુજરાતમાં એક નહીં પરંતુ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી દક્ષિણ ગુજરાતના માથે સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે ખાસ કરીને મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના અનેક ગામોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. અહીં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે.

3/8
image

રાજ્યમાં આગામી 3 કલાકમાં  મેઘસવારી આવી રહી છે. આગાહી મુજબ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે. સાથે મહેસાણા, ભરૂચ, વડોદરામાં મધ્યમ વરસાદ તો અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે. આ તરફ ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદની સંભાવના છે. તો વળી પંચમહાલ, દાહોદ, આણંદ, નર્મદામાં પણ વરસાદ વરસી શકે છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદી થવાની શક્યતા છે.

4/8
image

આગામી 48 કલાક સુધી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદનું જોર યથાવત રહેશે. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, અને મહેસાણામાં યલો એલર્ટ અપાયું છે. આગામી 48 કલાક પછી વરસાદનું જોર આંશિક ઘટી શકે છે.  

5/8
image

થોડા સમયનાં વિરામ બાદ ફરી આજે બપોરે એકાએક વરસાદી માહોલ છવાયો છે. આગામી ચાર દિવસ મોટા ભાગનાં તાલુકાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તથા મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

6/8
image

ગુજરાતના સાઉથ ઝોનમાં એટલે કે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને પગલે હાલ દક્ષિણ ગુજરાતના શહેરોમાં તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વાપી, નવસારી, વલસાડ અને ભરૂચ સહિતના શહેરોમાં લોકોને સતાવી રહ્યો છે આકાશી આફતનો ડર. ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં પણ આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ગુજરાત ઉપર એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 

7/8
image

આ તરફ 5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે તો 6 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. 7 સપ્ટેમ્બરે નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

8/8
image

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગર-હવેલીનો સમાવેશ થાય છે. ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે.. સાથે જ અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની શક્યતા છે.