હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં થઈ રહેલ કોરોનાની ટ્રીટમેન્ટ માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારીનો ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે પર્દાફાશ કર્યો છે. સાર્થક ફાર્મા એજન્સીમાં નકલી ગ્રાહક મોકલીને 40 હજારની કિંમતનું ઇન્જેક્શન 57 હજારમાં એજન્સીએ ગ્રાહકને આપ્યું હતું. ત્યારે આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયાએ આ અંગે કહ્યું કે, રાજ્યના વસ્તી અને સીવિયર પેશન્ટના પ્રમાણમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો પૂરતો જત્થો છે. પરંતુ માઈલ્ડ પેશન્ટ પર ઉપયોગ થશે તો અછત સર્જાશે જ. મોડરેટ અને સીવિયર પેશન્ટ માટે જ આ દવા ઉપલબ્ધ છે. દિલ્હીમાં ચર્ચા કરી અમે આ દવા મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. ડોકટરોને વિનંતી કે જરૂરિયાતવાળા દર્દીમાં જ ઉપયોગ કરે. 


હીરા ઉદ્યોગ ખોલવા માટે નવી ગાઈડલાઈન, 10 થી વધુ કોરોના કેસ મળશે તો બજાર બંધ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે વધુમાં જણાવ્યું કે,રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ રાજ્યને વ્યાજબી અને ગુણવત્તા વળી દવા મળે તે માટે કટિબદ્ધ છે. બે દવાઓના સારા પરિણામ મળી રહ્યા છે. મોડરેટ અને સિવીયર પેશન્ટ માટે જ આ દવા ઉપયોગી છે. હાલની મહામારીના સમયમાં જરૂરિયાત મંદને દવા મળે તે જરૂરી છે. દવાઓ મેળવવા માટે કેટલાક લોકો પ્રયત્ન કરે છે. 40 હજારની કિંમતનું ઇન્જેક્શન વ્યક્તિના આધારે વધારે ભાવમાં વેચાતું હતું. વધારે ભાવમાં દવા બોગસ ગ્રાહકને ઉમા કેજરીવાલે વેચી હતી. અમે પ્રશ્નો પૂછતા તે દવા બાબતે યોગ્ય જવાબ આપી શકી ન હતી. રિટેલ દવા ન વેચી શકે. અમદાવાદમાં કામ કરી ચૂકેલા એક વ્યક્તિ પાસેથી તે દવા ખરીદતી હતી. સિવિલના ફાર્મસીસ્ટ પાસે પ્રિસ્ક્રીપશન મેળવી ઇન્જેક્શન મેળવતી હતી. 5 હજારના નફા ચઢાવી દવા વેચાતી હતી તેવું પ્રાથમિક તપાસમા ખૂંલ્યું છે. તેની પાસેથી 3 ઇન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા છે. કાયદા ના ભંગ બદલ તપાસ કરવામાં આવી રહી છે. 


એક સમયના સ્ટાર ક્રિકેટર વડોદરાના ઈમરાન શેખ લારી ચલાવવા મજબૂર બન્યા  


ઈન્જેક્શનના કાળાબજારી અંગે તેમણે વધુમાં કહ્યું કે, અમદાવાદનો ફાર્મસિસ્ટ સરકારનો કાયમી કર્મચારી નથી. ટીબી હોસ્પિટલમાં તે કોન્ટ્રાકટ પર કામ કરે છે. તે બ્લૅક પ્રિસ્ક્રીપશન આપતો હતો. તેની પણ તપાસ થઈ રહી છે. MR ઇન્જેક્શન ક્યાંથી લાવતો હતો તેની તપાસ થઈ રહી છે. ઉમા કેજરીવાલે ગ્રાહકને કહ્યું હતું કે તે દિલ્હીથી ઇન્જેક્શન મંગાવતી હતી. અમે ફિલ્ડ સ્ટાફને સતર્ક કર્યો છે. આ મામલે અમે નાગરિકોને પણ વિનંતી કરીએ છીએ કે MRP કરતા વધુ નાણાં ન ચૂકવે. સરકારના સ્ટોકમાંથી ઇન્જેક્શન ગયું હોય તેવું પ્રસ્થાપિત થયું નથી. રાજ્યમાં જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય ભાવે દવા મળે તે માટે તંત્ર કાર્યરત છે. પર્યાપ્ત માત્રામાં આવે એ માટે સરકાર સતર્ક છે.


રેમડેસીવીર ઈન્જેક્શન અંગે તેઓએ કહયું કે, સુરતમાં સોમવારે સાંજે 600 રેમ્ડેસીવીર ઇન્જેક્શન અપાયા છે. ભારત સરકારને રેમડેવીસીર બાબતે મંજૂરી મળી છે. આ માટે વિવિધ કંપનીઓ કામ કરી રહી છે. એક સપ્તાહ મા પૂરતી સંખ્યામાં ઇન્જેક્શન મળશે. રાજ્યમાં મે માસથી આ ઇન્જેક્શન ખરીદવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 5 હજારની સંખ્યામાં ખરીદવામાં આવ્યા છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર