હીરા ઉદ્યોગ ખોલવા માટે નવી ગાઈડલાઈન, 10 થી વધુ કોરોના કેસ મળશે તો બજાર બંધ

સુરતમાં વધી રહેલા કોરોનાના કેસ અંગે હીરા બજાર અને કાપડ ઉદ્યોગો પર આંગળી ચિંધાઈ હતી. બંને ઉદ્યોગોમાં કામદારોને કોરોના કેસ વધી રહ્યા હતા, ત્યારે હવે હીર બજાર શરૂ કરવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. સુરત મનપાએ હીરા બજાર ખોલવા અંગે નવી ગાઈડલાઈન બનાવાઈ છે. જે મુજબ, ટ્રેડિંગ માટે આવતા લોકોનું રજિસ્ટર બનાવવામાં આવશે. આ ઉપરાંત ઉદ્યોગોમાં વેન્ટીલેશન ખુલ્લું રાખવામાં આવે તેવી કડક સૂચના અપાઈ છે. કંપનીમાં દરેક કર્મચારીએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. દરેક ઓફિસના કર્મચારીને આઈકાર્ડ આપવામાં આવે. 
હીરા ઉદ્યોગ ખોલવા માટે નવી ગાઈડલાઈન, 10 થી વધુ કોરોના કેસ મળશે તો બજાર બંધ

ચેતન પટેલ/સુરત : સુરતમાં વધી રહેલા કોરોનાના કેસ અંગે હીરા બજાર અને કાપડ ઉદ્યોગો પર આંગળી ચિંધાઈ હતી. બંને ઉદ્યોગોમાં કામદારોને કોરોના કેસ વધી રહ્યા હતા, ત્યારે હવે હીર બજાર શરૂ કરવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. સુરત મનપાએ હીરા બજાર ખોલવા અંગે નવી ગાઈડલાઈન બનાવાઈ છે. જે મુજબ, ટ્રેડિંગ માટે આવતા લોકોનું રજિસ્ટર બનાવવામાં આવશે. આ ઉપરાંત ઉદ્યોગોમાં વેન્ટીલેશન ખુલ્લું રાખવામાં આવે તેવી કડક સૂચના અપાઈ છે. કંપનીમાં દરેક કર્મચારીએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. દરેક ઓફિસના કર્મચારીને આઈકાર્ડ આપવામાં આવે. 

આ ઉપરાંત સૂચનામાં કહેવાયું છે કે, કોઈ પણ કર્મચારી બાઈક પર બેસીને વ્યવસાય કરી નહિ શકે. ઓફિસ બપોરે 2 થી 6 સુધી ચાલુ રાખી શકાશે. તેમજ જો કંપનીમાં 10 થી વધુ સંક્રમિત મળશે તો બજાર બંધ કરવામાં આવશે. ગાઈડલાઇનનું પાલન નહીં થશે તો દંડ ની સાથે શિક્ષાત્મક પગલાં લેવાશે. 

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં 24 કલાકમા નવા 273 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ આંકડો 6731 પર પહોંચી ગયો છે. ગઈકાલે પણ વરાછા ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તો ગઈકાલે સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટરને કોરોના થયો છે. કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ પુણા વિસ્તારના કોર્પોરેટર છે. નિલેશ કુંભાણીને ઘરમાં જ આઇસોલેટેડ કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news