ઝી મીડિયા બ્યૂરો: રાજ્યમાં વધી રહેલા કોરોના કેસ (Gujarat Corona Cases) અને કોરોના સામેની લડતમાં ઉભી થઈ રહેલી સમસ્યા મુદ્દે હાઈકોર્ટે (Gujarat High Court) સુઓમોટો (suo moto pil) જાહેર હીતની અરજી ગણી છે અને આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી (High Court Hearing) હાથ ધરવામાં આવી છે. જેમાં ચીફ જસ્ટિસે કોરોના કાળમાં મીડિયા દ્વારા કરવામાં આવેલી કામગીરીને વખાણી હતી સાથે જ ગુજરાત સરકારને અનેક મુદ્દે ખખડાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના વધતા કેસને લઇને હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, માત્ર શહેરમાં જ નહીં ગામડાઓમાં પણ બરાબર ટેસ્ટિંગ થઈ રહ્યું નથી. RTPCR ટેસ્ટિંગની જ્યાં કોઈ વ્યવસ્થા નથી તો ત્યાં ટેસ્ટિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. ટેસ્ટીગ વધારવામાં અને ફાસ્ટ કરવામાં આવે. કલેક્શન અને ટેસ્ટીગ વધારવામાં આવે. તાલુકા અને ગામડાઓમાં rtpcr ટેસ્ટ માટે કોઈ વ્યવસ્થા જ નથી.


આ પણ વાંચો:- ઇન્જેક્શનની અછત નથી તો તેના માટે લોકોની લાંબી લાઈનો કેમ? HC નો સરકારને સવાલ


સામાન્ય લોકોના rtpcr ટેસ્ટનો રિપોર્ટ આવતા વાર લાગે છે. જ્યારે કે, અધિકારિઓ અને નેતાઓને જલદી રિપોર્ટ કેવી રીતે મળે છે. સરકારને કોર્ટે સવાલ કર્યો કે, રિપોર્ટ આવતા સમય લાગે છે માટે તે વ્યક્તિ અન્યના સંપર્કમાં આવે છે અને આ રીતે કોરોની ચેન આગળ વધી રહી છે. લોકોનો ટેસ્ટનો રિપોર્ટ આવે તે પહેલા તો તે સુપરસ્પ્રેડર બની જાય છે.


આ પણ વાંચો:- કોરોના દર્દી અને તેના સ્વજનો માટે જાહેર કરાયો 24x7 હેલ્પલાઇન નંબર, અહીં મળશે તમામ માહિતી


રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, લોકડાઉનનો કોઈ વિકલ્પ નથી. હવે લોકો સ્વયંભુ લોકડાઉન આપે તો જ કોરોનાની ચેન તોડી શકાય છે. જો લોકડાઉન આપવામાં આવે તો આર્થિક રીતે નુકસાન થઈ શકે છે. ત્યારે આ મામલે હાઇકોર્ટ દ્વારા સરકારને કહેવામાં આવ્યું કે, નાના વેપારીઓને આર્થિક નુકસાન ન થયા અને ખાસ કરીને તેમને અસર ના થયા તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube