Ahmedabad: કોરોના દર્દી અને તેના સ્વજનો માટે જાહેર કરાયો 24x7 હેલ્પલાઇન નંબર, અહીં મળશે તમામ માહિતી
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં (Ahmedabad Civil Hospital) આવેલી તમામ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં (Corona Designated Hospital) કોરોનાગ્રસ્ત દર્દીઓને (Corona Patient) શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સિવિલ મેડિસીટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે
Trending Photos
- અમદાવાદ સિવિલ મેડિસીટીની કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલના હેલ્પલાઇન નંબર
- 24x7 દર્દીના સ્વજનોની સેવામાં કાર્યરત હેલ્પલાઇન નંબર
- આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને દર્દીના સ્વાસ્થ્ય સંલગ્ન તમામ માહિતી મેળવી શકાય છે
મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટીમાં (Ahmedabad Civil Hospital) આવેલી તમામ કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ (Corona Designated Hospital) દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની (Corona Patient) સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર (Helpline Number) કાર્યરત કરવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં (Ahmedabad Civil Hospital) આવેલી તમામ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં (Corona Designated Hospital) કોરોનાગ્રસ્ત દર્દીઓને (Corona Patient) શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સિવિલ મેડિસીટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓને (Corona Patient) લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય (Health) સંબંધિત તમામ માહિતી મેળવી શકે તે માટે મેડિસીટીની તમામ હોસ્પિટલમાં (Civil Hospital) હેલ્પલાઇન નંબર (Helpline Number) 24x7 કાર્યરત છે.
- 1200 બેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન નંબર 94097-66908 / 94097-76264
- મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ હેલ્પલાઇ નંબર – 940976697
- આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) – 079-49017074 / 079-49017075
- યુ.એન. મહેતા હાર્ટ ઇનસ્ટીટ્યુટ – 90999 55247 / 90999 55248
- જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) – 079-2269000
આ પણ વાંચો:- ગુજરાતના બે શહેરોની હાલત કફોડી, ખાધાપીધા વગર લાઈનમાં ઉભા રહેવા છતાં નથી મળતા રેમડેસિવિર
આ તમામ નંબર 24x7 કાર્યરત છે. આ નંબર પર સંપર્ક કરીને સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીની સ્વાસ્થય સ્થિતિ અંગે માહિતી મેળવી શકાશે. આમ, સિવિલ મેડિસિટીના વહીવટીતંત્ર એ માત્ર દર્દીઓની જ નહીં, તેમના સ્વજનોની માનસિક જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી આયોજન કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે