PM મોદીના સંસદીય ક્ષેત્રના વિકાસ મોડલને ગૃહમંત્રી પોતાના સંસદીય ક્ષેત્રમાં અપનાવશે, જાણો વિગતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સંસદીય ક્ષેત્ર વારાણસીનું વિકાસ મોડલ ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અપનાવશે. વારાણસી જિલ્લાના સેવાપૂરી બ્લોકના વિકાસ આયોજન મોડલ મુજબ ગાંધીનગર સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોનું આયોજન કરાશે.
હિતલ પારેખ, ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સંસદીય ક્ષેત્ર વારાણસીનું વિકાસ મોડલ ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અપનાવશે. વારાણસી જિલ્લાના સેવાપૂરી બ્લોકના વિકાસ આયોજન મોડલ મુજબ ગાંધીનગર સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોનું આયોજન કરાશે.
CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે Unlock-3ની જાહેર થયેલી ગાઈડલાઈન સંદર્ભે મહત્વની બેઠક
નીતિ આયોગ દ્રારા 7 જેટલા અલગ અલગ સેક્ટરોનાં આધારે વારાણસીનાં સેવાપુરી બ્લોકનું વિકાસ મોડેલ તૈયાર કરવામાં આવ્યું. જેમાં આરોગ્ય, ગ્રામીણ વિકાસ, માનવ અધિકાર, સ્વચ્છતા, શિક્ષણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
વારાણસી જિલ્લાના સેવાપૂરી બ્લોકના વિકાસ આયોજન મોડલ મુજબ છ માસ તથા એક વર્ષના લક્ષ્યાંક સાથે જિલ્લા કક્ષાના સબંધિત વિભાગના કામોનું કાર્ય આયોજન કરવા ગાંધીનગર કલેક્ટર દ્રારા સૂચનાઓ આપવામા આવી છે. રાજય સરકારની યોજનાઓ તેમજ ભારત સરકારની યોજનાઓનું સંકલન કરીને કામગીરી હાથ ધરાશે.
રાજુલા-જાફરાબાદ બોર્ડર નજીક એક અઠવાડિયામા 2 સિંહના મોત મામલે વનવિભાગ થયું સતર્ક
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube